રક્ષાબંધનની કાયમી યાદ માટે વૃક્ષનું વાવેતર કરી વૃક્ષનો ઉછેર જતન કરવાનો સંકલ્પ કરાયો

0

રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવે છે. બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. સાથે ભાઈ પણ બેનની રક્ષા કરવા માટે વચન આપે છે. વર્ષોથી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રક્ષાબંધનની કાયમી યાદગીરી માટે કેશોદ પ્રેસ કલબનાં પ્રમુખ ગોવિંદ હડિયાની લાડલી દિકરી નિધીએ એક વૃક્ષનું વાવેતર કરી કાયમી વૃક્ષનો ઉછેર જતન કરવાનો સંકલ્પ કરી રક્ષાબંધનની ઉજવણી કરી છે. આવિ રીતે દરેક બહેનો એક એક વૃક્ષનું વાવેતર કરી ઉછેર જતન કરે તો હજારો વૃક્ષો સાથે હરીયાળી ક્રાંતિ સર્જી શકાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!