અયોધ્યામાં રામ આગામી પ, ઓગષ્ટ ર૦ર૦ના રોજ શિલાન્યાસ થઈ રહ્યો છે ત્યારે રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રાથી માંડીને શિલાન્યાસ સુધીના સંસ્મરણો જાેડાયેલા છે. સોમનાથના વિધ્વાન બ્રાહ્મણ નાનુભાઈ પ્રચ્છકે જણાવ્યું હતું કે, રપ-૯-૧૯૯૦ના રોજ સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વારા ખાતે રથયાત્રા અને મંદિર સંકલ્પની સફળતા માટે રામયજ્ઞ યોજાયો હતો જેમાં લાલકૃષ્ણ અડવાણી, રાજમાતા વિજયારાજે સિંધીયા ઉપસ્થિત રહ્યા હતા. રામ મંદિરના નિર્માણ માટે ‘અમે કમળ પૂજા (માથું ઉંધુ રાખી તલવારથી ભોગ ધરવો) કરતાં પણ અચકાશું નહીં’ તેવો સોમનાથમાં કાર્યક્રમમાં ઉપસ્થિત તે સમયના ભાજપના ગુજરાત રાજયના પ્રમુખ, સંસદ સભ્ય શંકરસિંહ વાઘેલાએ સંકલ્પ કર્યો હતો. સોમનાથ ખાતે યોજાયેલી ધર્મસભાનું સંચાલન હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલા યજ્ઞની વિધિમાં લાલકૃષ્ણ અડવાણી અને કમલા અડવાણીએ ભાગ લીધો હતો અને ખુદ રાજમાતા વિજયારાજે સિંધીયાએ વેદ મંત્રોચ્ચાર કર્યો હતો. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે યોજાયેલી રથયાત્રામાં પ્રભાસપાટણ, વેરાવળ, વંથલી, કેશોદ, જૂનાગઢ સહિતના શહેરોમાં સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખી વેપારીઓ જાેડાયા હતા. આ તકે વિવિધ સંસ્થાઓ, યુવા મંડળો વગેરેએ ભેટ ધરી હતી અને તલવારબાજી, દાંડીયારાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પૂ. મોરારીબાપુએ રામનામના નામ વાળી શાલ ભેટ ધરી હતી. સમગ્ર માહોલ કેસરી ટોપી, સાફા વગેરેથી કેસરીયો છવાઈ ગયો હતો. રથયાત્રામાં વિવિધ સુવિધા સાથે બનાવાયેલ રથના ચાલક તરીકે મંબઈના સલીમ મકરાણી રહ્યા હતા. એમ.આર-૪-સી.૩રપ૮ નંબર ધરાવતી ટોયોટા કારનો રથ બનાવાયો હતો જેમાં બંને બાજુ ગીરના સિંહોની છબી અને રામમંદિરનું મોડેલ અંકિત કરાયું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews