Sunday, January 24

સોમનાથથી અયોધ્યા રામ મંદિરનાં નિર્માણ માટે ૧૯૯૦માં નીકળેલી રથયાત્રા ભારતીય રાજકારણની ટર્નીંગ પોઈન્ટ પૂરવાર થઈ હતી

સમગ્ર દેશ ત્રણ દસકાથી પણ વધુના સંઘર્ષના અંતે આયોધ્યા ખાતે ભવ્યતિભવ્ય રામમંદિરના નિર્માણ શિલાન્યાસ માટે રામમય બન્યું છે ત્યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે, હાલના આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ અધ્યોધ્યા રથયાત્રા પ્રારંભ સમયે રાજયના અગ્રણી સામાન્ય પક્ષના પ્રાંત અધિકારી હતા અને સોમનાથ ખાતે પ્રમોદ મહાજનની સાથે રથ યાત્રાના રૂટની સભાની અને પત્રકારો માટેના સંદેશા વ્યવહારની સામાન્ય કાર્યકરની જેમ વ્યવસ્થા સંભાળતા હતા તેમની સાથે તે સમયે જેમને કામ કરેલું તેવા પ્રભાસના લાલુભાઈ માખેચા, વેરાવળના સોની અરવિંદ રાણીંગા, કિશોર કોટક, અતુલભાઈ સહીત સૌને તેની કામગીરી અક્ષરઃસ યાદ છે. સોની અરવિંદભાઈ કહે છે , તે સમયે આજના જેવા શુશોભનો ન હતા જેથી અમે આંબાના પાંદડાના તોરણ, નાળીયરી, કેળના થાંભલાઓનું શુશોભન કરી સોમનાથ મંદિર સુધી જતા રસ્તાઓને શણગાર્યા હતા. ખુબીની વાત તો એ બનશે કે રામ મંદિર અયોધ્યામાં બનાવવા માટે સોમનાથની ભૂમિ રથયાત્રા માટે પસંદ થઈ હતી તે સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને વડાપ્રધાનના હસ્તે જ શિલાન્યાસ થશે એટલું જ નહીં લાલકૃષ્ણ અડવાણી પણ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આગળ વાત લંબાવતા સોમનાથના પત્રકાર ભાસ્કર વૈદ્ય કહે છે કે અયોધ્યામાં નિર્માણ પામનાર ભવ્ય રામમંદિરનાં શિલ્પી-આર્કીટેક સોમપરા છે કે જેના દાદાએ સોમનાથ મહાદેવ મંદિરના આર્કિટેકટ હતા અને તેની સંપૂર્ણ દેખરેખ હેઠળ મંદિર બાંધવામાં આવેલ છે. આ સમયે હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સભાપૂર્ણ થાય પહેલા જે વાંચન સંદેશાઓ થાય છે તે કામગીરી તેને ભાગે આવી હતી જેનું વાંચન તેણે કરવામાં આવેલ એ સફળતામાં સંદેશાઓમાં આર.એસ.એસ.વડા દેવરસજી, મોરારીબાપુ, રામાયણી અમરદાસ ખારવાળાનો સમાવેશ થાય છે. તે સમયનાં રાજય પુરવઠામંત્રી અશોક ભટ્ટે યાત્રાની સફળતા માટે સોમનાથ મહાદેવને સવામણ દુધનો અભિષેક કર્યો હતો. અયોધ્યા સુધી જનાર રથયાત્રા દસ હજાર કિલોમીટર લાંબી રથયાત્રાનો પ્રવાસ હતો. સોમનાથ મંદિર પાસે ખાસ ઉભા કરાયેલ મંચની પાસે રથ રાખવામાં આવ્યો હતો અને રથયાત્રાનાં કવરેજ માટે ભારત વિશ્વનાં રપ૦થી વધુ પત્રકારો ખાસ સોમનાથ આવ્યા હતા. જેમાં રાજકોટનાં પત્રકારોની ટીમ સાથે ગુણવંતભાઈ ડેલાવાળા અને રામભાઈ વાળા હતા. સોમનાથ મંદિરમાંથી હાલ બહાર નીકળવાના સ્થળે ૧૪ બાય ર૪ ફુટનો સાત ફુટ ઉંચો મંચ બનાવવામાં આવ્યો હતો જેમાં ર૪ ભુંગળા, ર૭ કમાનો અને પાંચ હજાર જેટલા પોસ્ટરો ઠેર-ઠેર માર્ગમાં લગાવાયા હતા. રથની સાથે શણગારેલી ૪ જીપ, પ૦ જેટલા સ્કુટરો રથયાત્રામાં સામેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!