બાંટવામાંથી ઘોડીપાસાનાં જુગાર દરોડામાં ૧ર શખ્સો ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની સુચના તેમજ જે.બી. ગઢવી નાયબ પોલીસ અધિક્ષક કેશોદનાં માર્ગદર્શન હેઠળ બાંટવાનાં પીએસઆઈ કે.કે. મારૂ, આઝાદસિંહ સીસોદીયા, જીણાભાઈ ગરેજા, જયેશભાઈ અરજણભાઈ, ગોપાલભાઈ કીંદરખેડીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં ત્યારે કેશોદનાં કચ્છીવાસમાં રહેતા કિશોરભાઈ દેવજીભાઈ ચીત્રોડાનાં મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીનાં આધારે રેડ પાડતાં કિશોર ચીત્રોડા, રામભાઈ પરમાર, ભરતભાઈ વાડલીયા, રાજાભાઈ કરમટા, હેમંતભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વાસણ, દેવાભાઈ વાડોલીયા, જીગ્નેશભાઈ મારૂ, રાજાભાઈ ગરચર, હમીરભાઈ છેલાણા, રામાભાઈ ગરચર અને સોમાભાઈ કોડીયાતરને રોકડ રૂા. ર૮૧૩૦ સાથે ઝડપી લીધેલ છે.
વડામાં જુગાર દરોડો
જયારે બાંટવા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કે.કે. મારૂ તથા સ્ટાફ દ્વારા ચોકકસ બાતમીનાં આધારે બાંટવા તાલુકાનાં વડા ગામનાં અશ્વીનભાઈ મનુભાઈ કાનાણીનાં મકાનમાં જુગાર અંગે રેડ પાડતાં અશ્વીનભાઈ કાનાણી, ગોપાલભાઈ કડીવાર, બેચરભાઈ વાલવા, અશોકભાઈ ગોસાઈને રોકડ રૂા. ૧૩૬૦૦, મોબાઈલ-૧ મળી કુલ રૂા. ૧૮૬૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર પરેશભાઈ કડીવાર, ભાવીનાભાઈ વસરા, દેવાયતભાઈ વસરા, સંદીપભાઈ કાનાણીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!