જૂનાગઢ જીલ્લા પંચાયત ગ્રાઉન્ડમાંથી પાણી અને ધુંમાડા નિકળતા દોડધામ

0

જુનાગઢનાં સરદારબાગ વિસ્તારમાં આવેલી નવી કલેકટર કચેરી નજીક જીલ્લા પંચાયત કચેરીની સામે આવેલા જીલ્લા પંચાયતનાં ગ્રાઉન્ડની જમીનમાંથી આજે સવારે ગરમ પાણી સાથે અચાનક ધુંમાડા નિકળવા લાગતા આસપાસનાં લોકો એકઠા થઈ ગયા હતાં અને કૌતુક ફેલાયું હતું. જમીનમાંથી ગેસ નિકળ્યો કે કોઈ લાવા નિકળી રહયો છે તેવી અટકળો થઈ રહી હતી. અને આ અંગેની જાણ સંબધીત વિભાગને પણ કરવામાં આવી હતી. દરમ્યાન જીલ્લા પંચાયત કચેરીની સામે આવેલા ગ્રાઉન્ડની જમીનમાં કયાં કારણસર ધુંમાડા અને પાણી નિકળ્યા તે અંગેની તપાસ ચાલી રહી હતી. આ દરમ્યાન જુનાગઢ જીલ્લા વિકાસ અધિકારીને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, જમીનમાં પીજીવીસીએલની લાઈન નિકળતી હોવી જાેઈએ અને કોઈ કારણસર ક્રેક થયું હોય અને શોર્ટ સર્કિટને કારણે ઘટના બની હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!