ક્રિષ્ના સીડસ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0

જૂનાગઢ જીલ્લામાં દારૂ – જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબુદ કરવાનાં ભાગરૂપે જુનાગઢ શહેર પોલીસ તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ એલસીબીનાં ઈન્ચાર્જ ઈન્સપેકટર આર.કે.ગોહીલ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે દરોડો પાડતાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના સીડસ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી વિદેશી દારૂની ૧૩૬ પેટીનો ૧૬૩૦ બોટલ ઈંગ્લીશ દારૂ સહિતનો મુદામાલ રૂા.૬,૮ર,૩૬૦ની કિંમતનો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટીનાં માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઈ ગેરકાયદે પ્રવૃત્તિને ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના ઈન્ચાર્જ પો.ઈન્સ. આર.કે. ગોહીલ તથા સ્ટાફ ઓફીસે હાજર હતા. તે દરમ્યાન પોલીસ ઈન્સપેકટર આર.કે. ગોહીલ તથા ડાયાભાઈ કરમટાને સંયુકતમાં બાતમીરાહે ખાનગી હકિકત મળેલ કે, જૂનાગઢનાં રહીશ રવિ હમીરભાઈ ભારાઈ રબારી રહે.જૂનાગઢ દોલતપરાવાળાએ જૂનાગઢ સાબલપુર જીઆઈડીસીમાં ભવાની એસસ્ટેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં નિલેશભાઈ પટેલનું ક્રિષ્ના સિડસ નામનું કારખાનું આવેલ છે. તેમાં બહારનાં રાજયમાંથી મોટા જથ્થામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને આ જથ્થો કારખાનામાં છુપાવેલ છે અને કટીંગ કરવાની તૈયારીમાં છે. તેવી બાતમીનાં આધારે રેઈડ કરતા આ કારખાનાના ગોડાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ ૧૩૬ બોટલ નંગ૧૬૩૦ કિ.રૂા.૬,પર૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી હાજર નહિ મળી આવેલ શખ્સ વિરૂધ્ધ પ્રોહીબીશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કારગીરીમાં ક્રાઈમ બ્રાંચના ઈન્ચ. પો.ઈન્સ. આર.કે. ગોહીલ તથા પો.સ.ઈ. ડી.જી. બડવા તથા પો.હેડ. કોન્સ. એસ.એ.બેલીમ, ડી.આર. નંદાણીયા, વી.કે. ચાવડા, બી.કે. સોનારા, ભરતભાઈ બી. ઓડેદરા, જીતેષ એચ. મારૂ, નિકુલ એમ. પટેલ, પો.કોન્સ. દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઈ સોલંકી, જયદિપભાઈ કનેરીયા તથા પો.કોન્સ.સાહિલ સમા, કરશનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઈ કરંગીયા તથા મહિલા પો.કોન્સ. વિણાબેન નાગાણી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!