ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં શનિવાર સાંજથી શરૂ થયેલ મેઘસવારી રવિવારે આખો દિવસ અવિરત ચાલુ રહી હતી. જેના પગલે જીલ્લાના છ તાલુકામાં અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે સવારે ૬ થી સાંજે ૮ દરમ્યાન સૌથી વધુ સુત્રાપાડા પંથકમાં ૭.૫ ઇંચ, તાલાલામાં ૪ ઇંચ જેટલો ભારે વરસાદ વરસેલ હતો. જયારે બાકીના ચાર તાલુકામાં ૩ થી ૪ ઇંચ જેટલો સાંબાલાધાર વરસાદ વરસ્યો હતો. ગીર જંગલમાં પણ નવેક ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકેલ છે. તો ઉપરવાસના ભારે વરસાદના કારણે દેવકા અને હિરણ નદીમાં આવેલા ઘોડાપુરના પાણી વેરાવળ-સોમનાથની ૫૦થી વધુ સોસાયટીઓમાં ફરી વળતા સેંકડો ઘરોમાં અને રસ્તાઓ ઉપર ગોઠણડુબ પાણી ભરાયા હતા. પાંચ ડેમોમાં વરસાદના પાણીની ભારે આવકના પગલે દરવાજાઓ ખોલવા પડેલ હતા. વેરાવળમાં સંકજાના ડેલા વિસ્તારમાં ભારે વરસાદના લીધે ત્રણ માળનું જુનવાણી જર્જરીત મકાન ધરાશાઇ થયેલ પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.
ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે સવારે ૬ થી સાંજે ૮ દરમ્યાન વેરાવળમાં ૭૭ મીમી (ત્રણ ઇંચ), સુત્રાપાડામાં ૧૮૫ મીમી (સાડા સાત ઇંચ), તાલાલામાં ૧૫૦ મીમી (છ ઇંચ), કોડીનારમાં ૧૧૭ મીમી (સાડા ચાર ઇંચ), ગીરગઢડામાં ૮૫ મીમી (સવા ત્રણ ઇંચ), ઉનામાં ૧૦૨ મીમી ( ચાર ઇંચ) જેટલો વરસાદ નોંધાયો છે. ગીર જંગલ વિસ્તારમાં પડેલ ભારે વરસાદના પગલે હિરણ, કપીલા, સરસ્વલતી, દેવકા, શીંગોડા, મછુન્દ્રી સહિતની અનેક નદીઓમાં ઘોડાપુર આવેલ હતા. જેના પગલે વેરાવળ-કોડીનાર, વેરાવળ-તાલાલા સહિતના અનેક સ્ટેટ અને નેશનલ હાઇવે, ગ્રામ્ય વિસ્તાવરોને તાલુકા મથકે જોડતા અનેક મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા હતા. જેના પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થતા વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રખ્યાત પ્રાંચી તીર્થ ખાતેનું માધવરાયજી મંદિર ફરી વખત સરસ્વતી નદીમાં આવેલ ઘોડાપુરના કારણે પાણીમાં ગરકાવ થઇ ગયેલ હતુ. સોમનાથ સાંનિઘ્યે ગીતામંદિર ગોલોકધામથી ત્રીવેણી સંગમ સુધી હિરણ નદીમાં આવેલ ઘોડાપુરથી પાણી ફરી વળતા રસ્તા ઉપર ગોઠણડુબ અને ઘાટ ઉપર કમ્મર સુધી પાણી ભરાય ગયેલ હતા. જેના પગલે ત્યાં નજીકમાં આવેલ સ્મશાનઘાટમાં ગોઠણડુબ પાણી ભરાયુ હતું.
ગઈકાલે સુત્રાપાડા -૭, તાલાલા -૩ અને વેરાવળ -૨.૫ ઇંચ જેટલા પડેલ ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઇ ગયુ હતુ. ખાસ કરીને ત્રણેય પંથકના વડોદરાઝાલા, વાવડી, લોઢવા, છગીયા, પ્રશ્નાવડા, સુત્રાપાડા, ઉંબા, ઇણાંજ, આંબલીયાળા, દેદા, મરૂઢા, પંડવા, માથાસુરીયા, કોડીદ્રા, લુંભા, ભેટાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાય જતા ખેડુતો ચિંતાતુર બન્યા હતા. ભારે વરસાદના પગલે ખેતરોમાં વાવણી કરાયેલ મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી સહિતના પાકો નિષ્ફળ જશે તેવી ભિતી દર્શાવી મેઘરાજાને ખમૈયા કરી રહયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews