માણાવદરમાં જળબંબાકાર : મટીયાણા- પીપલાણામાં ૭પ કુટુંબોનું સ્થળાંતર

0

બાંટવા ખારા ડેમના ૮ દરવાજા ખોલી એક ડેમ ભરાય એટલું પાણી છોડવું પડયું હતું. રસાલા ડેમ સાઈડમાં ધોવાણ થયું થયું હતું. મટીયાણા ગામમાં ૪-૪ ફુટ પાણી ભરાયાં હતાં.
માણાવદર પંથકમાં અનરાધાર વરસાદે જળબંબાકાર કરી દીધુ છે. ગતરાત્રીથી આજ સાંજ સુધીમાં પ થી માંડી ૭ ઈંચથી વધુ વરસાદે હાહાકાર મચાવી દીધો છે. શહેરમાં ૭, બુરી-જીલાણા – પ, જાંબુડા – ૬, ગળવાવ -પ , એમ જુદા-જુદા ગામોમાં રીતસર કાળો કેર વર્તાવ્યો છે. અતિભારે વરસાદના પગલે શહેરના રસાલા ડેમ ઓવરફલો થયો તથા શહેર તરફની સાઈડમાં ધોવાણ થયુંજ છે જે જાેખમી બની શકે છે. તો બાંટવા ખારા ડેમના ૮ દરવાજા ખોલી ૧ વખત ૧ વર્ષ ચાલે તેટલો જથ્થો છોડવામાં આવેલ છે. તો ઓઝત ડેમના દરવાજા ખોલાતા કાંઠાના મટીયાણા સહિત ગામોમાં પાણી ૪-૪ ફુટ ઘુસી જતા બેટમાં ફેરવાયા હતાં. હજી અનરાધાર વરસાદ ચાલુ છે. પાણી – પાણી છે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. નદી-ડેમો- વોંકળા ભયજનક સ્થિતિએ વહી રહયા છે. ઉપરથી કાળો કેર હોય જે વરસાદથી લોકો ભયભીત થયા હતાં શું
થશે ? ૧૯૮૩ના હોનારતની યાદ તાજી કરાવી છે. ભાદર કાંઠામાં પણ પુર જેવી સ્થિતિ છે.
માણાવદર પંથકમાં અનરાધાર વરસાદ આકાશમાંથી પડતા ડેમો- નદીઓના પાણીએ ૧૯૮૩ના હોનારતની યાદ તાજી કરાવી દીધી છે. તેવી સ્ફોટક સ્થિતિ ઉદભવી હોવાની સતત અમારા માણાવદર ખાતેનાં પ્રતિનિધી ગીરીશ પટેલને ફોન રણકતારહયા હતાં. પીપલાણાના સરપંચે જણાવ્યું કે ૧ કરોડનો પુલ અત્યારે કામમાં નથી આવતો કેમકે પુલ ચઢવામાં નીચાણમાં જ પાણી છે આજે રપ થી વધુ કુટુંબોનું સ્થળાંતર કરવું પડયું. વાડીએ ૮ ખેડુતોને બચાવ્યા તો ઓઝત નદીએ વિનાશ વેર્યો છે. આવક- જાવક બંધ છે. કોઈજ રસ્તો નથી બેટમાં પીપલાણા ફેરવાયું છે તો મટીયાણા ગામના સરપંચ રાજુભાઈ બોરખતરીયાએ જણાવ્યું કે પ૦ થી ૬૦ કુટુંબોનું સ્થળાંતર કર્યુ છે. હજી પ્લોટ વિસ્તારમાં અનેક ફસાયેલા છે. સવારે રેસ્કયું ટીમ આવશે ત્યારે નિકળશે. ૧૯૮૩ કરતાં વધુ જલપ્રલય છે. વાડીમાં લોકો ફસાયેલા છે તેમાં બોટ ચાલશે કે કેમ ? નહિં તો હેલીકોપ્ટરની માંગ કરી છે. મામલતદાર પાસે અજાણ્યા રસ્તા હોય, બોટ ફસાય તો ત્યાં સુધી પહોંચી ન શકે. એ પાણી ઓછુ થઈ થશે તો કોઈ જરૂરત નહીં પડે. શહેરમાં ઠેર-ઠેર નદી તથા મહાદેવીયા પાસે પાણી પહોંચ્યા છે. તાલુકો જળબંબાકાર છે ભાદરનદી તથા ઓઝત નદીકાંઠા વિસ્તારમાં ખરાબ સ્થિતિ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!