મેઘકૃપા કે મેઘ કહેર

0


જૂનાગઢ જીલ્લાનાં નવ તાલુકામાં સરેરાશ ૪ થી સવા સાત ઈંચ વરસાદ, જૂનાગઢ જીલ્લાનાં મોટાભાગનાં ડેમો ઓવરફલો : નદી- નાળા ભરપુર છલકાયા ઃ ખેતરોમાં પાણી ફરી વળ્યાં અનેક વિસ્તારોમાં બેટ જેવી હાલત

જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે અનરાધાર મેઘવર્ષા થઈ હતી. જૂનાગઢ જીલ્લામાં પણ સતત વરસાદ વરસ્યો હતો. અતિશય વરસાદને કારણે જૂનાગઢ શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં સર્વત્ર પાણી-પાણી ફેલાયું હતું. કાળવો બે કાંઠે થયો હતો. આ ઉપરાંત દામોદરકુંડ, નરસિંહ મહેતા સરોવર, વિલીંગ્ડન ડેમ, ઓઝત વિયર, હસનાપુર ડેમ, વગેરે પણ છલકાઈ ગયા હતાં. જૂનાગઢ જીલ્લામાં સરેરાશ ચાર થી સવા સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. દિવસ દરમ્યાન સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની હતી. ઓવરફલો થયેલા ડેમોમાંથી તાત્કાલીક પાણી છોડવામાં આવ્યું હતું. ગીરનારમાં દસ ઈંચ કરતા પણ વધારે વરસાદ ખાબકયો હતો. કેશોદના પંચાલા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતાં. વંથલી, મેંદરડા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતા. માણાવદર હાઈવે ઉપર એક દુકાનનો સ્લેબ ધરાશયી થયો હતો. ટીનમસ ગામ બેટમાં ફેરવાયું હતું. જૂનાગઢનું મોટો ડેમ ઓઝત -ર ઓવરફલો થયો હતો. કણઝા, ટીકર, પીપલાણા, વંથલી સહિતના પંથકમાં પાણી ફરી વળ્યા હતાં. બિલખા નજીક આવેલો રાવત સાગર ડેમ પણ ભારે વરસાદનાં કારણે છલકાઈ ગયો હતો. માણાવદર તાલુકાનાં પીપલાણા ગામે પુરમાં ફસાયેલા લોકો માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માળિયાનાં કાલીંભડા ગામે મકાન ધરાશઈ થયુંહતું. સદનસીબેન જાનહાન થઈ ન હતી. માણાવદરનો રસાલા ડેમ ઓવરફલો થયો હતો. માણાવદરનાં ઘેડ પંથકમાં પીપલાણા- કોયલાણા- આંબલીયા – મટીયાણા સહિતનાં ગામો બેટમાં ફેરવાયા હતાં. જૂનાગઢ શહેરમાં આવેલા જાેષીપરા અન્ડર બ્રીજમાં પાણી ભરાઈ ગયું હતુ. સોનરખ – લોલ સહિતની નદીઓ, દામોદરકુંડ – કાળવાના વોકળો બે કાંઠે વહયા હતાં. વિલીંગ્ડન ડેમ અને નરસિંહ તળાવ ઓવરફલો થયા હતાં. સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણ ટાઢાટબુકલા જેવું થયું હતું. આજે આ લખાય છે ત્યારે સવારે મેઘાવી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા પડી રહયા છે. દરમ્યાન આજે સવારે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં નોંધાયેલા વરસાદ અનુસાર કેશોદ ૪ ઈંચ, જૂનાગઢ સીટી ૪ ઈંચ, જૂનાગઢ રૂરલ ૪ ઈંચ, ભેંસાણ ૬ ઈંચ, મેંદરડા ૬ ઈંચ, માંગરોળ ૬ ઈંચ, માણાવદર ૩.૭પ ઈંચ, માલીયાહાટીના પ ઈંચ, વંથલી ૬ ઈંચ, વિસાવદર સવા સાત ઈંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ સીટી
૪ ઈંચ,
જૂનાગઢ રૂરલ
૪ ઈંચ,
ભેંસાણ
૬ ઈંચ,
મેંદરડા
૬ ઈંચ,
માંગરોળ
૬ ઈંચ,
માણાવદર
૩.૭પ ઈંચ,
માળીયાહાટીના
પ ઈંચ,
વંથલી
૬ ઈંચ,
વિસાવદર
સવા સાત ઈંચ

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!