શાકભાજીનાં વધતા જતા ભાવને કારણે ગૃહીણીઓનાં બજેટ ખોરવાયા

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં ભારે વરસાદનાં પગલે ખેતીનાં પાકોને નુકશાન થયું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેતીનાં પાકોને જબરા નુકશાન પહોંચ્યો છે. આ સાથે લીલા શાકભાજીને પણ અસર પહોંચી છે. એક તરફ વરસાદને કારણે શાકભાજી લાવવામાં પણ મૂશ્કેલી પડવાનાં કારણે શાકભાજીની આવક બંધ થઈ હતી અને જેને લઈને શાકભાજીનાં ભાવોમાં ભારે વધારો થવાનાં કારણે એક ટંકનું શાકભાજી લેવું પણ મુશ્કેલ બની ગયું છે. આ સંજાેગોમાં ગૃહીણીઓનું બજેટ ખોરવાય ગયું છે.જૂનાગઢ શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં શાકભાજીના ભાવ આસમાને ગયા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. કોરોના સંક્રમણને લઇને શાકભાજી લાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ સ્થિતિમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં શાકભાજીના મનફાવે તેવા ભાવ બોલાઇ રહ્યા છે. જેના કારણે લોકો પણ શાકભાજીની ખરીદીમાં ખૂલ્લેઆમ લૂંટાઇ રહ્યા છે અને ગરીબ-મધ્યમ વર્ગ માટે બે ટાઇમ શાકભાજી ખાવુ કપરૂ બની રહ્યું છે. દસ દિવસ પહેલા હોલસેલમાં ૬ થી ૧૦ રૂપિયે કિલો મળતા ભીંડા હાલમાં ૪૦ થી ૫૦ રૂપિયે કિલો મળી રહ્યા છે.
તેવી જ રીતે ગીલોડા ૧૦ થી ૨૦ના હવે ૫૦ થી ૮૦ થયા છે. ગવાર ૨૦ થી ૩૫ના ૫૦ થી ૯૦ થયા છે. કારેલા ૧૦ થી ૧૫ના સીધા ૩૦ થી ૪૦ થયા છે. ધાણા જે પહેલા ૧૫થી ૩૦માં મળતા હતા તે હાલમાં ૧૦૦ થી ૨૦૦ રૂપિયે કિલો હોલસેલમાં મળી રહ્યા છે. ફૂલાવર ૧૦ થી ૨૦ના ૪૦ થી ૬૦ ભાવ થઇ ગયા છે. દરેક શાકભાજી મોંઘુ થઇ ગયું છે. આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ ભાવ આપવા છતાંય માલની ગુણવત્તા મળતી નથી. ૨૦ કિલોના શાકભાજીમાં ૫ થી ૭ કિલો માલ સડેલો નીકળે છે. ખેડૂતોના એક તરફ ભારે વરસાદના કારણે માલને નુકસાન થયું છે. ખેતરોમાં જ માલ સડી ગયો છે. તેથી ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં હાલમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!