રાજ્યની કોલેજાેમાં અધ્યાપકો માટે શિક્ષણ વિભાગે સીસીસીની તેમજ ગુજરાતી-હિન્દીની પરીક્ષા પાસ કરવાની જે શરત મૂકી છે તેની સામે યુનિવર્સિટી શૈક્ષણિક સંઘ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ આ પરીક્ષા ફરજિયાત સામે ઉગ્ર વિરોધ જાેવા મળી રહ્યો છે આ અંગે શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. કોલેજાેના અધ્યાપકો માટે કોમ્પ્યુટરની સીસીની પરીક્ષા તેમજ ગુજરાતી અને હિન્દીની ફરજિયાત કરવામાં આવી છે આ અંગે શૈક્ષણિક સંઘના મહામંત્રી ડો.વસંત જાેશીએ રાજ્ય સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે કે, રાજ્યની કોલેજાેમાં અધ્યાપકો માટે શિક્ષણ વિભાગે હિન્દી-ગુજરાતીની પરીક્ષા અને પાસ કરવાની જે શરત મૂકી છે તે સિદ્ધાંત વિરૂદ્ધ છે. કારણ કે, અધ્યાપકો માટે પાંચમા, છઠ્ઠા કે સાતમા પગાર પંચની યુજીસી ગાઈડલાઈનમાં આવી કોઈ શરત રાખવામાં આવી નથી માટે રાજ્ય સરકારના જીપીએસસી વર્ગ ૧-રના ગેજેટેડ ઓફિસર માટેની શરતને બિન અનુદાનિત કોલેજાેના અધ્યાપકો ઉપર લાદી શકાય નહીં તેવી રજૂઆત પણ ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક સંઘ કરેલ છે.
મહામંત્રીના જણાવ્યા મુજબ આ કાયદાની જાેગવાઈ દૂર કરવા માટે અગાઉ પણ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાંય ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી દ્વારા પરીક્ષા પાસ કરવાની શરતે પગાર ચકાસણી કરી સેવાપોથીમાં નોંધ થઈ રહી છે જે યોગ્ય નથી. શિક્ષણમંત્રીને લખેલા પત્રમાં સંઘે એવી રજૂઆત પણ કરી છે કે, અંદાજિત ૧૪ વર્ષના લાંબા સમયગાળા પછી પગાર ધોરણની ચકાસણી કરતી વખતે પાછલી અસરથી શરતો લાદવી તે વ્યાજબી નથી. આ બાબતે રાજ્યભરના અધ્યાપકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે સરકારને આ મુદ્દાનો ઉકેલ આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews