વિસાવદર તાલુકાનાં સરસઈ ગામે વ્યાજખોર સામે ફરિયાદ

0

વિસાવદરના સરસઇ ગામે વેપારીને ધંધા માટે ઉછીના લીધેલ રકમ માટે વ્યાજની રકમ ચૂકવવા છતાં બે મહિલા વ્યાજખોર તથા દલાલ સહિત ત્રણ સામે વધુ રકમ પડાવવા જાનથી મારી નાખવાની ધમકી તથા પઠાણી ઉઘરાણી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે વિસાવદર પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સરસઇ ગામે રજનીભાઈ મુકેશ ભાઈ વિરડીયાને ટાયરના ધંધા માટે દોઢ વર્ષ પૂર્વે સાડા સત્તર લાખ રૂપિયાની રકમ શીતલબેન પુનાભાઈ રાંક પાસેથી લીધેલી હતી. જેની વ્યાજની રકમ પેટે ૨૫ લાખની રકમ ચૂકવેલ હોવા છતાં પણ વધુ રકમ વસૂલ કરવા વેપારીને હેરાન પરેશાન કરી હેતલબેન રાંક દ્વારા પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સરસાઈ ગામના શ્યામ વિજયભાઈ મકવાણાએ દલાલી પેટેના બે લાખની રકમ આપેલ હોવા છતાં ૨૭ લાખની વ્યાજની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા તથા એક પુરૂષ સહિત ત્રણ સામે પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!