વેરાવળમાં ભાડે રાખેલ ઘરમાંથી લાખો રૂપિયાનો જુગાર પકડાયો

વેરાવળ શહેરનાં પોશ વિસ્તારમાં ગોકુલધામ સોસાયટી આવેલ હોય ત્યાં શ્રીજી લખાયેલ મકાનના બીજા માળે કોઈને જાણ ન થાય એ રીતે પાંચ જેટલા ઈસમો લાખો રૂપિયાનો જુગાર રમતા હોય તે અંગે પોલીસને બાતમી મળતા જ સ્થળ ઉપર પહોંચી રેડ કરી તમામ ઇસમોને ઝડપી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ વેરાવળમાં જુગાર વરલી, મટકા, ચરસ, ગાંજા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ ડામી દેવા જૂનાગઢ રેન્જ આઇ.જી.મનિંદરસિંહ પવાર અને સોમનાથ જિલ્લા એસ.પી.ત્રિપાઠીની કડક સૂચના હોય જેથી કોઈ જગ્યાએ આવી પ્રવૃત્તિ ચાલી શકે તેવું શક્ય ન હોય. માટે આ કામના મુખ્ય જુગારી ચંદુલાલ દુર્ગાદાસ મૂલચંદાણી (ઉ.વ. ૪૨) વાળા દ્વારા મકાન ભાડે લઈ તેના અન્ય ચાર જુગારી મિત્રો નામે રમેશભાઈ ઉર્ફે જોકર નથુભાઈ પંડિત જાતે કોળી, બાબુભાઈ ઉર્ફે ગલી લખમણભાઇ ફોફંડી જાતે ખારવા, જમનાદાસ બચુભાઈ લોઢારી જાતે ખારવા અને ચંદ્રકાંત હારૂમલ ડોડેજા જાતે સિંધીને સાથે રાખી મકાન ભાડે રાખી મકાનમાં જુગાર રમવાથી અહીં પોલીસ આવશે નહીં. પરંતુ પહેલી કહેવત છે કે પોલીસ ખરી થાય તો એક ચપ્પલની પણ ચોરી ન થાય એ વાત મુજબ પોલીસને જાણ થતા રેડ કરી બીજા માળે રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી રોકડ રૂા.૧,૩૧,૦૦૦ તેમજ અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂા.૩,૫૬,૦૦૦ કબજે કરી જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જુગારધામ અમુક પોલીસના માણસોને કહી અને લાંબા સમયથી રમાડવામાં આવતો હતો. પણ વેરાવળના ફરજનિષ્ઠા પી.આઇ. પરમારને જાણ થતાં તાત્કાલિક રેડ કરી જુગારીઓનો મનસૂબો પાર પાડવા દીધેલ ન હતો. મકાન ચંદુલાલ જુગારીએ કેટલા સમયથી ભાડે રાખેલ હતું. વળી આ કામમાં પકડાયેલા જુગારીઓ આ અગાઉ કોઈ ગુન્હાઓમાં પોલીસ ચોપડે નોંધાયેલ છે કે કેમ ? વળી તો સત્યતાનો પર્દાફાશ થઇ શકે તેમ છે. હાલ આ ગુન્હાની તપાસ પી.એસ.આઈ એચ.બી મુસાર કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!