શા માટે સરકાર ટીવી ન્યૂઝ ચેનલોને અંકુશમાં રાખી શકતી નથી ? : બોમ્બે હાઈકોર્ટ

0

મુંબઈ હાઈકોર્ટે ગુરૂવારે કહ્ય્šં હતું કે, તેને એ જાણીને અનહદ આશ્ચર્ય થાય છે કે, શા માટે ઈલેકટ્રોનિક મીડિયા ઉપર સરકારનો કોઈ અંકુશ નથી ? તે સાથે હાઈકોર્ટે એવો પણ વેધક પ્રશ્ન કર્યો હતો કે, શા માટે ટીવી ન્યૂઝ ચેનલોને સરકાર દ્વારા અંકુશિત ન કરવી ? બોલિવૂડના એભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ કેસ સંબંધી દાખલ કરાયેલી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી કરતી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તી જી.એસ. કુલકર્ણિની બેંચે સુનાવણી દરમ્યાન આ અવલોકન વ્યક્ત કર્યું હતું. આ અરજીઓમાં આ કેસના કવરેજ બાબતે ઈલેકટ્રોનિક મીડિયાને અંકુશમાં રાખવા સરકારને નિર્દેશ આપવાની દાદ માંગતી એક અરજીનો પણ સમાવેશ થતો હતો. હાઈકોર્ટે આ કેસમાં કાર્યવાહી ચલાવવા કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ પક્ષકાર બનાવ્યું હતું, તે સાથે મંત્રાલયને એક એફિડેવિટ દ્વારા તેનો એવો જવાબ રજૂ કરવા આદેશ આપ્યો હતો જેમાં સમાચાર પ્રસારિત કરવા બાબતે તેના દ્વારા કંઈ હદ સુધી અંકુશનો અમલ કરવામાં આવે છે અને વિશેષ કરીને ગંભીર પરિણામો આવી શકે એવા સમાચારોના પ્રસારણ ઉપર તે કંઈ હદ સુધી પોતાના અંકુશને લાદે છે તે તમામ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોવો જાેઈએ. તે સાથે હાઈકોર્ટે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, એન્ફોર્સમેન્ટ બ્યૂરો અને આ કેસની તપાસ કરી રહેલી કેન્દ્રની અન્ય તમામ એજન્સીઓને પણ આ કેસમાં પક્ષકાર બનાવી દીધી હતી. એક અરજદારે હાઈકોર્ટમાં એવો ગંબીર આરોપ મૂક્્યો હતો કે, આ કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓ તપાસ કર્યા બાદ તે વિગતો ઈલેકટ્રોનિક મીડિયાને ઈરાદાપૂર્વક લીક કરી દે છે. આ અરજદારના આ પ્રકારના આરોપ બાદ હાઈકોર્ટે તમામ તપાસ એજન્સીઓને આ કેસની પક્ષકાર બનાવવાનો ર્નિણય કર્યો હતો. જાે કે, આ કેસમાં પ્રતિવાદી તરીકે રિયા ચક્રવર્તિનું ઉમેરવાનો હાઈકોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. પ્રતિવાદી નંબર-૧૨ (રિયા ચક્રવર્તિ)ની સામે આ કેસમાં કાર્યવાહી ચલાવવા માટે અમને કોઈ યોગ્ય કારણ જણાતું નથી, એમ હાઈકોર્ટે કહ્ય્šં હતું. કેટલાક કર્મશીલો અને આઠ નિવૃત્ત પોલીસ અધિકારીઓ દ્વારા ફાઈલ કરાયેલી આ અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, ટીવીની ન્યૂઝ ચેનલો આ કેસમાં સમાન તપાસ ચલાવી રહી છે એટલું જ નહીં પરંતુ તેઓ તેમના રિપોર્ટિંગની મદદથી મુંબઈ પોલીસ અને વિરૂદ્ધ એક દ્વેષયુક્ત અભિયાન ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!