ધોરાજીનાં પીપળીયા નજીક અજાણી કારે બાઈકને હડફેટે લેતા યુવતિનું મૃત્યું

0

ધોરાજી નજીક આવેલ પીપળીયા ગામ પાસે અજાણી કારે બાઇકને હડફેટ લેતાં ૧૫ વર્ષની યુવતિનું મોત નિપજેલ છે. ધોરાજીથી પીપળીયા જવાના રસ્તા ઉપર બાઇક લઇને નીકળેલા જયદીપભાઇ મકવાણાની પાછળ બેઠેલા તેમના બેન હેતલબેન ભોલિયાભાઈ મકવાણા ઉમર વર્ષ ૧૫ રહે. પીપળીયા વાળીને અજાણી કારે હડફેટે લેતા ગંભીર ઈજા થતા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં આવેલ હતા જેમાં સારવાર દરમ્યાન હેતલબેન મકવાણાનું મોત થયું હતું. મરણ જનાર હેતલબેનના પિતા પીપળીયા ગામે મજૂરી કામ કરતા હતા અને બે બહેનો અને એક ભાઈનું પરિવાર છે, જેમાં હેતલબેન નાના હતા, આ ઘટનાની જાણ થતા પીપળિયા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપેલ હતી. આ બનાવ અંગે ધોરાજી પોલીસે તપાસ હાથ ધરેલ છે અને અજાણી કારને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!