મંદી-મોંઘવારી-ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નો ચર્ચવા ૧૫ દિ’ના સત્રની માંગનો અસ્વીકાર

0

કોરોનાની મહામારી વચ્ચે હવે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર તા.ર૧મીથી મળી રહ્યું છે ત્યારે આ સત્રને લોકોના વિવિધ પ્રશ્નોને લઈ ૧પ દિવસ માટે બોલાવવાનીવિપક્ષ કોંગ્રેસની માગણીનો સરકાર દ્વારા અસ્વીકાર કરાયો હોવાનું જણાવતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિમાં મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, પોલીસ દમન, શૈક્ષણિક ફી, આરોગ્ય સેવામાં ઉણપ, અતિવૃષ્ટિને કારણે ખેડૂતોની પાયમાલી વગેરે પ્રશ્નો અંગે ચર્ચા કરવા સમય લંબાવવાની વાત હતી તે સરકારે ધ્યાને લઈ આગળ આવવું જાેઈએ. વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની આજે બેઠક બાદ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અધૂરા કામકાજ સાથે મુલત્વી રહેલ ગત બજેટ સત્ર સંવૈધાનિક વ્યવસ્થા મુજબ છ માસમાં ફરજીયાત બોલાવવા સરકારે ૨૧થી પાંચ દિવસ માટે સત્રનું આહ્‌વાન કરેલ છે. ગત તા. ૩૧-૮-૨૦૨૦ના રોજ મુખ્યમંત્રી અને અધ્યક્ષને પત્ર લખી વીતેલા છ માસમાં કોરોનાની મહામારી વચ્ચે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, પોલીસ દમન, બાળકોની શૈક્ષણિક ફીના પ્રશ્નો, આરોગ્ય સેવાઓ અને સારવારમાં ઉણપ, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની પાયમાલી વગેરે પ્રશ્નોની વચ્ચે પાંચ રૂપિયાના માસ્ક માટે પોલીસ દંડા મારી પ્રજાના ખિસ્સામાંથી એક હજાર રૂપિયા ખંખેરે છે વગેરે લોક પ્રશ્નોને રજૂ કરવા ધારાસભ્યોને પૂરતો અવસર મળે તે માટે પંદર દિવસથી વધુનું સત્ર બોલાવવામાં આવે તેવી માંગણી કરી હતી. માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં સરકાર ૨૧ બિલ ફલોર સમક્ષ લઈને આવી રહી છે ત્યારે બિલ ઉપર વિસ્તૃત ચર્ચા, સભ્યોનો મત પ્રસ્તુત થાય તો એવો કાયદો બને કે તેનો સરળતાથી અમલ થાય, સરકાર સરકારી કામકાજને લઈ બહાનું બતાવી ખેડૂતોની સમસ્યા ચર્ચવા માટે સમય ફાળવવા અસમર્થ થઈ છે. છેલ્લા પાંચ માસમાં જે-જે ક્ષેત્રે સરકારની ઉણપ/ખામી જણાયેલ, તે દૂર કરવા ૧૨૫ ઉપરાંત લેખિતમાં રજૂઆતો કરેલ છે. આ રજૂઆતોમાં ખેડૂતો માટે, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય વિષયક સુવિધાઓ માટે, કારીગર વર્ગ, મધ્યમ વર્ગ, આદિવાસી વર્ગ સહિતના વર્ગો માટે વિશેષ સુવિધાઓ અને રાહતો આપવા માટે જણાવાયું છે. તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!