ઝૂંપડપટ્ટીનો પ્રશ્ન તત્કાલ હલ કરવાની માંગણી યોગ્ય કાર્યવાહી નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

0

જૂનાગઢ મહાનગરનાં પૂર્વ મેયર લાખાભાઈ પરમાર સત્યાગ્રહ છાવણી ખાતેથી એક યાદીમાં જણાવે છે કે અમો ઝુપડપટ્ટી પરિષદનાં પ્રમુખ છીએ છેલ્લા પ૦ વર્ષથી ગરીબ લોકોનાં હકક માટે તેઓનાં સીટીમાં મકાનોનાં દસ્તાવેજ તેમજ વેરા પહોંચની અધિકારોની લડાઈ લડીએ છીએ જેમાં ૧૯૯૩માં જૂનાગઢ મહાનગર ઝુપડપટ્ટી વિસ્તારનાં લોકોએ જે તે વખતે નગરપાલિકામાં જમીનનાં રૂપિયા ભરેલ છે. જેની પહોંચ આ લોકો પાસે છે. ર૮ વર્ષ જેવા સમય વીતી ગયો હોવા છતા કોર્પોરેશન હજુ આ લોકોને દસ્તાવેજ આપતી નથીે. રૂપિયા લઈ ગરીબો સાથે છેતરપીંડી કરી રહી છે. ત્યાર બાદ ર૦૦૪, ર૦૦૯, ર૦૧ર, ર૦૧પ, ર૦૧૯નાં વર્ષોમાં અનેક વખત જનરલ બોર્ડની અલગ-અલગ બોડીએ ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવા તેમજ ઝુપડપટ્ટીનાં મકાનોનો વેરો લેવા ઠરાવો કરેલ છે. વહીવટી મંજુરી પણ આપેલ છે. છતા કોઈ પગલા લેવામાં આવતા નથી. ઉપરોકત મુદ્દે અમો છેલ્લા ૭૯ દિવસથી સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છીએ. સંકલનની મીટીંગમાં જૂનાગઢનાં કમિશ્નર આ પ્રશ્ને જલ્દી યોગ્ય કરવામાં આવશે તેવી ખાત્રી આપે છે ગત તા.૭-૯-ર૦નાં રોજ ઝુપડપટ્ટીનાં આગેવાનો તથા લોકો મહાનગરપાલિકાએ આવેદન પત્ર આપવા તેમજ દિવસ-૭માં વેરો લેવાનું અલ્ટીમેટમ આપવા ગયેલા કમિશ્નરએ ફરી ખાત્રી આપેલ કે વેરો લેવાની કામગીરી ૭ દિવસમાં શરૂ કરવામાં આવશે. છતા કોઈ કાર્યવાહી થયેલ નહી જે કારણે તા.૧૭-૯-ર૦નાં રોજ વડાપ્રધાનનાં જન્મદિવસે ઝુપડપટ્ટીનાં આગેવાનોએ જેલ ભરો આંદોલન કરી જવલંત કાર્યક્રમ કરેલ. જે સમયે ભાજપનાં મીત્રો લોકોનો પ્રશ્ન હલ કરવાને બદલે પોલીસ અને પબ્લીકને સામ-સામે કરી દે છે તે ખૂબ જ દુઃખની વાત છે. જેની નોંધ સોશ્યલ મીડીયામાં સમગ્ર દેશવાસીઓએ લીધેલ. આજ રીતે અમારા ઝુપડપટ્ટીનાં પ્રશ્નને અવગણવામાં આવશે તો આવનાર દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ઝુપડપટ્ટી પરિષદનાં પ્રમુખ અને આગેવાનોએ નકકી કરી આગળનાં આંદોલનની રણનીતિ નકકી કરી ટુંક સમયમાં જ એ પ્રશ્નનો નિવારણ લઈ આવવા ગમે તે ભોગે ગમે તેવી મુસીબતે છેલ્લા શ્વાસ સુધીની લડાઈ આપવાની તૈયારી દર્શાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!