વેરાવળના વોર્ડ નં.૫ ના રહીશોને પ્રાથમીક સુવિઘાના અભાવે રહીશોને પડી રહેલ મુશ્કેલીઓ દુર કરવા કોંગ્રેસના નેતાઓ મેદાનમાં

વેરાવળના વોર્ડ નં.૫ ના રહીશોએ ઘણા સમય પહેલા પૈસા ભરી દીઘા હોવા છતા પીવાના પાણીના નળ કનેકશન પાલીકા તંત્ર આપતુ ન હોવાથી મહિલાઓને હાલાકી પડી રહી છે. વોર્ડમાં પ્રાથમીક સુવિધાનો સદંતર અભાવથી રહીશોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોવા અંગે કોંગી મહિલા આગેવાનની સાથે રહીશોએ પ્રાંત અઘિકારીને આવેદનપત્ર પાઠવી વ્હેલીતકે ઘટતી કાર્યવાહી કરાવવા માંગણી કરી છે. આ મુજબ કામો નહીં થાય તો રહીશોએ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારરી છે. તો બીજી તરફ કોંગી ધારાસભ્યાએ પણ વોર્ડની મુલાકાત લઇ લોકોની ફરીયાદો નિહાળીને સાંભળી હતી.
વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૫ ની સમસ્યાત અંગે કોંગી ઉષાબેન કુસકીયાની આગેવાનીમાં અમીનાબેન પટણી, યાસમીન ચૌહાણ, જીજ્ઞાસા, કાજલ સહિત રહીશોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, આ વોર્ડના રહીશોએ ઘણા સમયથી નળ કનેકશન મેળવવા ફી ભરી હોવા છતાં કનેકશન આપવા પાલીકા તંત્ર ઠાગાઠૈયા કરી રહયુ હોવાથી મહિલાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. આ વોર્ડમાં રસ્તા, પાણી અને સ્ટ્રીટલાઇટોની અપુરતી સુવિધા હોવાના કારણે રહીશોને પારાવાર મુશ્કેહલી ભોગવી પડે છે. આ મુશ્કેલીઓનો ઉકેલ લાવવા અનેકવખત લેખીત-મૌખીક રજુઆતો કરી હોવા છતાં આજદીન સુઘી કોઇ નિકાલ આવેલ નથી. જેથી વ્હેકલીતકે વોર્ડ નં.પ માં પ્રાથમીક સુવિઘાઓ પુરી પાડવામાં અને કનેકશનો નહીં આપવામાં આવે તો રહીશોને ના છુટકે ગાંધી ચિંઘ્યા માર્ગે પ્રતિક ઉપવાર પર ઉતરવાની ફરજ પડશે તેમ અંતમાં ચિમકી ઉચ્ચા રી છે.સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા, પ્રમુખ દિનેશ રાયઠઠ્ઠા, અશ્વિન સુયાણી, મહિલા પ્રમુખ દેવીબેન ગોહેલ સહિતનાએ વોર્ડ નં.૧ તથા ૫ ના ૮૦ ફુટ રોડ, દિવાનીયા કોલોની, મુસ્તફા મસ્જીદ સહિતની સોસાયટીના વિસ્તારોની જાત મુલાકાત લઇ રહીશોને રૂબરૂ મળી સમસ્યાઓ સાંભળી હતી. આ સમસ્યાનઓ વહેલીતકે ઉકેલવા પ્રયાસ કરવાની ખાત્રી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!