તાજેતરમાં કોરોના વાયરસ સંક્રમણ સબબ રાખવામાં આવેલ લોકડાઉન પહેલા જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ટાઉનના એક યુવાન વિજયભાઈ ભટ્ટ(મો. ૯૪૦૯૧ ૦૮૬૨૫) રાજકોટ ખાતે ખાનગી સિક્યુરિટીમાં વોચમેન તરીકે નોકરી કરતા હતા. લોકડાઉન બાદ તેઓ કોરોના વાયરસના સંક્રમણના કારણે પોતાના વતનમાં ભેંસાણ ખાતે આવી ગયેલ હતા. નોકરી દરમ્યાન પોતાનો ૨૦ થી ૨૫ દિવસનો પગાર ખાનગી સિક્યુરિટી એજન્સી પાસે લેવાનો બાકી રહી ગયેલ હતો. તેઓ વારંવાર ફોન કરવા છતાં, સિક્યુરિટીના સંચાલક તથા પગાર કરનાર અધિકારીઓ જવાબ આપતા ના હતા અને મોબાઈલ પણ ઉપાડતા ના હતા. એકબાજુ કોરોના વાયરસનાં સંક્રમણ અને બીજી બાજુ પગારનો આર્થિક માર, હાલના સંજોગોમાં વિજયભાઈ ભટ્ટ દયાજનક કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતા. દરમ્યાન જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. દરમ્યાન ભેંસાણના વિજયભાઈ ભટ્ટ દ્વારા આ બાબતની જાણ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરી, મદદ કરવા જાણ કરવામાં આવતા, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેસાણ પીએસઆઇ આર.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા સિક્યુરિટી એજન્સીના સંચાલકોને ફોન કરતા, વિજયભાઈ ભટ્ટને મોકલવા અને પગારના રૂપિયા લઈ જવા જણાવતા, વિજયભાઈ ભટ્ટને રાજકોટ સિક્યુરિટી એજન્સી ખાતે મોકલતા, પગારના રૂપિયા ચૂકવી આપેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાની ફરજમાં આવતું નહીં હોવા છતાં, મદદ કરી, પોતાના ઘણા સમયથી બાકી પગારના રૂપિયા સોરઠ પોલીસ તંત્ર દ્વારા અપાવવામાં આવતા માનવતા દાખવી છે. સિક્યુરિટી ગાર્ડ વોચમેન વિજયભાઈ ભટ્ટ દ્વારા પોલીસ તંત્રનાં અધિકારીઓને ફોન કરી, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews