નેશનલ હાઈવે ઓથોરીટી વિભાગનાં કેન્દ્રીય મંત્રી પાસેથી રૂા.૮ કરોડ મંજુર કરાવતા સાંસદ રાજેશ ચુડાસમા

0

ચાલુ સાલે વધુ વરસાદ પડવાના કારણે સમગ્ર દેશ તથા રાજયમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તથા શહેરોના રસ્તાઓ તુટી ગયા છે. આ રસ્તાઓ ચોમાસુ લંબાતા સમયસર રીપેર થઈ શકતા નથી. જે સુવિદિત છે. જેના કારણે લોકોને ખુબજ પરેશાની ભોગવેલ છે. જૂનાગઢ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે હસ્તકના બાયપાસ રોડ પણ બીસ્માર થતા દર વર્ષે તુટતો હતો. શાપુરપુલથી – ભેંસાણ ચોકડી સુધીનો અંદાજીત ર૦ કિમીનો રસ્તો સીટીમાંથી પસાર થાય છે તે પૈકી ૪.પ૦ કિમી જે વધુ ડેમેજ થયેલ હતો તે બાયપાસ રોડ બનાવવા અગાઉ સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કેન્દ્રીય મંત્રી નિતીનભાઈ ગડકરી (જાહેર રસ્તા- મંત્રી) તથા રાજય સરકાર અને નેશનલ હાઈવે ઓથોરીટીમાં રજુઆત કરી રૂા.૧૦ કરોડ મંજુર કરાવેલ હતા જે કામ હાલ ચાલુ છે. ૮૦ ટકા કામ પુરૂ થયું છે. જયારે ર૦ કિમી પૈકી બાકી ૧.પ કિમી રોડ રેપેરીંગ કરવો બાકી રહેતા આ કામ માટે ફરી સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રજુઆત કરી રૂા.૮ થી ૯ કરોડ મંજુર કરાવેલ છે. આમ ર૦ કિમીનો સીટીમાંથી પસાર થતો રસ્તો હવે સંપુર્ણ પણે રીપેરીંગ કરવામાં આવશે. વાડલા ફાટકથી આ કામગીરી શરૂઆત જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ તથા મહાનુભાવોના હસ્તે પુજાવીધી મુર્હુત કરી કામ ચાલુ કરાવેલ છે. જે ટુંક સમયમાં પુરૂ કરવામાં આવશે. સાંસદ રાજેશભાઈ ચુડાસમા લોકસભા ચાલુ હોવાથી હાજર રહી શકયા નથી. પરંતુ જૂનાગઢ શહેરની જનતા વતી મેયર ધીરૂભાઈ ગોહેલ રાજેશભાઈ ચુડાસમાનો આભાર વ્યકત કરી અભિનંદન પાઠવેલ છે. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણી, ડે.મેયર હેમાશુંભાઈ પંડયા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, મહામંત્રી પુનીતભાઈ શર્મા, જૂનાગઢ શહેરના આગેવાનો, કાર્યકર્તાઓ તથા અધિકારીઓ અને કોન્ટ્રાકટર ઉપસ્થિત રહયા હતાં. વિશેષમાં જાણકારી મળી તે મુજબ સોમનાથથી જેતપુરના નેશનલ હાઈવેના રીપેરીંગ માટે (૧૧૦ કિમી) સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કેન્દ્ર સરકારમાંથી રૂા.૮૮ કરોડ મંજુર કરાવ્યા છે. જે કામ પણ વરસાદ બાદ ચાલુ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!