Saturday, January 23

ધોરાજી પંથકમાં વરસાદનું આગમન : જામકંડોરણાનાં ચિત્રાવડમાં વિજળી પડતાં પાંચ ગાયોનાં મોત

ગઈકાલે ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું ફરી એકવાર આગમન થયું હતું. ધોરાજી તાલુકાનાં ભુતવડ ગામે અચાનક વિજળી પડતાં નળીયાવાળું એક મકાન ધરાશાઈ થઈ ગયુ હતું. તેમજ એક પાકા મકાનમાં વીજળી પડતાં ટીવી સહીતનાં ઈલેકટ્રીક સાધનોને ભારે નુકશાન થયું હતું. તેમજ જામકંડોરણાનાં ચિત્રાવડ ગામે ગાયનાં ઘણ ઉપર વિજળી પડતાં પાંચ ગાયોનાં કમકમાટીભર્યા મોત નિપજયા હતાં. જયારે ચિત્રાવડ ગામનાં રમેશભાઈની વાડીએ ગાય તથા કાળુભાઈની એક ભેંસનું ઘટના સ્થળે મૃત્યું નિપજયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!