રાજ્યમાં ગુનેગારો ઉપર અંકુશ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવી સાઇબર ક્રાઇમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પાસામાં સુધારા વટહુકમ બાદ રાજ્યમાં અમદાવાદ શહેર પોલીસે સૌથી પહેલા સાઇબર ક્રાઇમના ગુના હેઠળ એક આરોપીને પાસા કરી અને ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનનો આરોપી અલ્પેશ તોમરના સાઇબર ક્રાઇમના બે ગુના થતાં તેને પાસા ભરી જેલમાં મોકલી આપ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતાં જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવવાનું શરૂ કર્યું છે. નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. એ. ગોહિલે જણાવ્યું હતું કે આરોપી અલ્પેશ સામે વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં સાઇબર ક્રાઇમના કોલસેન્ટર ચલાવવા અંગેના ગુના નોંધાયા હતા, જેને લઈ નવા કાયદા મુજબ આરોપી અલ્પેશ સામે પાસા ભરી ભુજ જેલમાં મોકલ્યો છે. પાસાના નવા કાયદા મુજબ અમદાવાદ શહેરમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા પાસા નારોલ પોલીસે કરી આરોપીને જેલ હવાલે કર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews