સફળ યુવા આંદોલનકારી પ્રવિણભાઈ રામ કોરોના સંક્રમિત બન્યા

ગુજરાતના સફળ અને યુવા આંદોલનકારી તેમજ ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવિણભાઈ રામ કોરોના સંક્રમિત થયા છે અને પ્રવિણભાઈ રામના બે પિતરાઈ ભાઈ ભયુરભાઈ રામ અને અભયભાઈ રામનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. હાલ પ્રવિણભાઈ રામ તેમના નિવાસસ્થાન ઘુંસીયા ખાતે કવોરન્ટાઈન થયેલ છે અને તેમની તબિયત સ્થિર છે. આ તકે ફિકસ કર્મચારીઓ, આશાવર્કરો, બેરોજગાર યુવાનો, ખેડૂતો વગેરેએ પ્રવિણભાઈ રામ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરેલ છે. પ્રવીણભાઈ રામે તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરનાર તમામનો આભાર વ્યક્ત કરી અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને કોરોનાનો રિપોર્ટ કરાવી લેવા અનુરોધ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!