જૂનાગઢ : સૌરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલા કોલેજ ખાતે બી.એડ.ની પ્રવેશ પરીક્ષા યોજાઈ

જૂનાગઢનાં શ્રી સૌરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજ ખાતે ગઈકાલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.જૂનાગઢ દ્વારા બી.એડી. પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સંસ્થાના ૬૦ર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તમામ પરીક્ષાર્થીઓને યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી, મયંકભાઈ સોની, બી.એડ. મધ્યસ્થ પ્રવેશ સમિતિના ચેરમેન ડો. જયભાઈ ત્રિવેદી, સંસ્થાના પ્રિન્સીપાલ ડો. દેવશી ઝાલા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. યુનિવર્સિટીની ટીમ અને સંસ્થાના સ્ટાફ દ્વારા પરીક્ષાનું સંચાલન કોવિડની-૧૯ ની માર્ગદર્શિકા મુજબ કરાયું હતું. આ તકે વિદ્યાર્થીઓએ બી.એડ. પ્રવેશ પરીક્ષાના આયોજનને બિરદાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!