બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની વધુ એક યશ કલગી જૂનાગઢમાં ૧ લાખ માસ્કનું રાહતભાવે વિતરણ

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ માટે સદાય અગ્રેસર અને જૂનાગઢ – રાજકોટ ખાતે મોટા સેવાકીય સેન્ટરો ધરાવતા અને સેવાભાવી જયેશભાઈ ઉપાધ્યાયના માર્ગદૃર્શન હેઠળ ચાલતી સેવાકીય પ્રવૃતિ માટે વધુ એક આવકારદાયક કામગીરી કરી છે અને તે એ છે કે બોલબાલા સેવા ટ્રસ્ટ ંદ્વારા જૂનાગઢમાં મોંઘવારીનાં આ સમયમાં રાહતદરે માસ્ક, સેનેટાઈઝર અને નાશ મશીનનું વિતરણ કરવામાં આવેલ છે અને સંખ્યાબંધ લોકોએ તેનો લાભ લીધો છે. જૂનાગઢ તળાવ દરવાજા ખાતે બોલબાલા ટ્રસ્ટે માત્ર ૧ રૂપિયામાં માસ્કનું વેંચાણ કર્યુ હતું તેમજ રાહત ભાવે અન્ય વસ્તુનું પણ વેંચાણ કર્યુ હતું. આ અંગે સંસ્થાના જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ખાસ કરીને માસ્ક, નાકમાં ગરમ વરાળ લેવા નાસના મશીન, સેનેટાઈઝર વગેરેનું મોંઘા ભાવે વેંચાણ થઈ રહયું છે. ત્યારે આજ કવોલિટીની વસ્તુ સસ્તામાં લોકોને મળે તે માટે આ સેવાયજ્ઞ શરૂ કરાયો છે. બજારમાં પ માં મળતા માસ્ક ૧ રૂપિયામાં, મેડીકલ માસ્ક તરીકે ઓળખાતા એન ૯પ માસ્ક જેની બજારમાં કિંમત ૯૦ થી વધુ છે તે માત્ર ર૦માં તેમજ નાસના મશીન જેની બજાર કિંમત ર૦૦થી વધુ છે તે માત્ર ૮૦માં લોકોને આપ્યા છે. જયારે ૮૦ થી ૯૦ રૂપિયામાં વેંચાતા સેનેટાઈઝ રપ રૂપિયામાં આપ્યા છે. આમ, લોકોને મોંઘા ભાવની ખરીદીથી બચાવી કોરોનામાં આર્થિક રાહત આપવાનો સંસ્થાએ પ્રયાસ કર્યો છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં બોલબાલા ટ્રસ્ટનાં જયેશભાઈ ઉપાધ્યાયે વધુમાં જણાવેલ છે કે જૂનાગઢમા ૧ લાખ જેટલા માસ્કનું સાવ રાહતભાવે વિતરણ કરાયું છે અને તેમજ આર્યુવેદીક ૧ હજાર ગોળી, સેનેટાઈઝરની બોટલો તેમજ ર હજારથી વધુ નાશ મશીન સાવ કિફાયતી ભાવે લોકોને પુરા પાડવામાં આવ્યા છે. સેવાની કામગીરી કરીને જરૂરીયાતમંદ અને અસરગ્રસ્ત લોકોને કાયમને માટે મદદરૂપ બનવાનો અમારો મુખ્ય ઉદેશ રહયો છે. આજે બજારમાં માસ્ક સેનેટાઈઝર, નાશ મશીન, વગેરેના ઉંચા ભાવો લેવાતા હોય છે. ત્યારે સાવ રાહત ભાવે જૂનાગઢમાં માસ્કનુંવિતરણ કરવામાં આવે છે. કોરોનાની મહામારીમાં સંકટથી ઘેરાયેલા લોકોને સહાયરૂપ બનવાનો અને મદદ કરવાનો મુળભુત ઉદેશ છે અને તેમાં સૌનો સહકાર અમને સાંપડી રહયો છે એમ જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!