રાખેજના યુવાનના હત્યારાઓને દાખલારૂપ સજા અપાવવા કરણી સેનાની માંગણી

સુત્રાપાડાના રાખેજ ગામના યુવાન દિગ્વિજયસિંહ કાછેલાની એક માસ પૂર્વે નજીકના કોડીનાર બાયપાસ પાસે ભુતડાદાદાના મંદિર પાસે ક્રુર હત્યા કરી નાખવામાં આવી હતી. જે ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓની કોડીનાર પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કેસમાં તમામ આરોપીઓને જામીન ન મળે અને દાખલારૂપ કડક સજા કરવાની માંગણી બાબતે ગઈકાલે સુત્રાપાડા કારડીયા રાજપુત સમાજના યુવાનો અને કરણી સેના દ્વારા મામલતદાર અને મેજીસ્ટ્રેટને આવેદન પાઠવ્યું હતું.
કારડીયા રાજપુત સમાજ અને કરણી સેનાએ મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, રાખેજના યુવાનની હત્યામાં સંડોવાયેલ આરોપીઓ માથાભારે જનુની સ્વભાવના અને ગુનાહિત કૃત્યોથી ટેવાયેલા છે. જો આવા વ્યક્તિઓને જામીન મળે તો પુરાવાઓ સાથે છેડછાડ થવાની પુરેપુરી શકયતા છે. આ ઉપરાંત મૃતક યુવકના પરીવારના સભ્યો ઉપર જાનનું જોખમ ઊભું થવાની શકયતા પણ નકારી શકાય નહીં. જેથી આ ગુનાના આરોપીઓ સામે ફાસ્ટટ્રેકમાં કેસ ચલાવી દાખલારૂપ સખ્ત સજા થાય તેવી સમાજની લાગણી અને માંગણી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!