જૂનાગઢ લો કોલેજનાં સેમેસ્ટર-રનું ૯૧.૯ર ટકા જવલંત પરિણામ

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઓગષ્ટ-ર૦ર૦માં લેવાયેલ એલએલ.બી. સેમ.રની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ-જૂનાગઢનું ૯૧.૯ર ટકા પરિણામ આવ્યું હતું. જેમાં ૭૬.૪૦ ટકા સાથે ડિમ્પલ ડી. જમોડ પ્રથમ, ૭૬.૦૦ ટકા સાથે રૂચી જે. કટારીયા દ્વિતય અને ૭૪.૬૦ ટકા સાથે જીતીન્દ્ર ડી. મંઘાણી તૃતીય નંબર હાંસલ કરતા ટ્રસ્ટનાં પ્રમુખ નાનજીભાઈ વેકરીયા, ઉપપ્રમુખ સુરેશભાઈ વેકરીયા, ટ્રસ્ટી મંડળ તેમજ પ્રિન્સીપાલ ડો. પરવેઝ બ્લોચ સહિતનાં કર્મચારી ગણે શુભેચ્છા પાઠવી હતી. આ તકે ટ્રસ્ટનાં પ્રમુખ નાનજીભાઈ વેકરીયાએ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર પ્રો. ડો. ચેતન ત્રિવેદીનો સમયસર અને ઝડપી પરિણામ આપવા બદલ વિશેષ આભાર માન્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!