ગુજરાત વિધાનસભામાં કિસાન સહાય યોજના મુદ્દે ફરી એકવાર શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ સવાલ ઉઠાવ્યો હતો કે, છેલ્લા ચાર વર્ષનો પાક વીમો સરકાર આપવા માંગે છે કે, નહીં. ત્યારે મુખ્યમંત્રીએે જવાબમાં કહ્યું કે, કિસાન સહાય યોજનામાં ફેરફાર કરવા માટે સરકાર તૈયાર છે. ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહમાં ખેડૂતોના હિત મુદ્દે ચર્ચા થઈ હતી. ખાસ કરીને કિસાન સહાય યોજના અને પાક વિમાના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. ગૃહમાં આજે મહેસાણાના ધારાસભ્ય રમણ પટેલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ટૂંકી મુદતનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. તેમજ પાક વિમા મુદ્દે ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ સવાલ કર્યો કે, છેલ્લા ચાર વર્ષનો પાક વીમો સરકાર આપવા માગે છે કે નહીં અને ક્રોપ કટીંગના આંકડા જાહેર કરવા માગણી કરી હતી. આ પ્રશ્ન અંગે મુખ્યમંત્રીએ ગૃહમાં નિવેદન આપ્યું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ફેરફાર કરવા માટે સરકાર તૈયાર છે અને વિપક્ષ સાથે ચર્ચા કરીને સહાય યોજનામાં વરસાદ અને વળતરના માપદંડોમાં જરૂરી સુધારો કરવા સરકારનું મન ખુલ્લું છે. જાે કે ધારાસભ્ય રમણ પટેલના પ્રશ્નનો ઉત્તર કૃષિમંત્રી તરીકે આર.સી.ફળદુએ આપતા દુષ્કાળ અને અતિવૃષ્ટિની વ્યાખ્યા સાથે કયા કયા જાેખમો યોજનામાં સામેલ કર્યા છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. પરંતુ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉપસ્થિત કરેલા પેટાપ્રશ્નમાં મુખ્યમંત્રી રૂપાણીએ સમાધાનકારી ઉત્તર આપતા ગૃહમાં શાંતિ છવાઇ હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પણ સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો કે કોઈપણ વ્યક્તિને એક ઘડો પાણી પીવડાવ્યા પછી એ વ્યક્તિને એક મહિનો પાણી ન આપીએ તો ચાલે? તેમની આ ટીપ્પણીથી ગૃહમાં બંને પક્ષે હોબાળો શરૂ થયો હતો. આ હોબાળા વચ્ચે હર્ષદ રિબડિયાએ છેલ્લા ચાર વર્ષનો પાક વીમો સરકાર આપવા માગે છે કે નહીં અને ક્રોપ કટીંગના આંકડા જાહેર કરવા માગણી કરી હતી. જાેકે આર.સી.ફળદુએ પણ હર્ષદ રિબડિયાના રાજકીય નિવેદન સામે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો હતો કે વિપક્ષના પૂર્વજાેએ ભૂતકાળમાં પાક વીમાની રજૂઆત કરવા આવેલા ખેડૂતોને ગોળીએ ધરબી દેનારા આજે પાક વીમાની વાતો કેમ કરે છે ? આર.સી.ફળદુના આ નિવેદન સામે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં હોબાળો શરૂ કર્યો હતો. બન્ને પક્ષના હોબળાને શાંત કરવા અધ્યક્ષે કડક ટકોર કરી હતી. તો બીજી તરફ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિની સરકારે કરેલી વ્યાખ્યાથી અન્ય ખેડૂતો સરકાર દ્વારા મળવાપાત્ર લાભથી વંચિત રહી જાય છે. જેથી સરકાર આ ધારાધોરણોમાં ફેરફાર કરવા માગે છે કે કેમ ? તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. પરેશ ધાનાણીના આ પ્રશ્ન બાદ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે વિપક્ષના સૂચનો આ અંગે અમારી સરકારનું મન ખુલ્લું છે. ભૂતકાળમાં ૫૫ ટકા પ્રીમિયમ ખાનગી કંપનીઓ લઈ જતી હતી અને ખેડૂતને તકલીફ પડતી હતી. પરંતુ હવે આવું કંઇ થાય નહીં તે ભાવનાથી અને રાજ્યનો ખેડૂત સુરક્ષિત રહે તે માટે આ યોજના બનાવવામાં આવી હોવાનો સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વધુમાં કહ્ય્šં હતું કે દુષ્કાળ કેવી રીતે નક્કી કરવો તેની પણ ચર્ચા સરકારે કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews