શીલનાં ઓસા ગામે જુગાર રેડમાં ૪ ઝડપાયા ૧૪ નાસી ગયા !

0

શીલ પોલીસ સ્ટેશનનાં પો.કો. દેવશીભાઈ દાનાભાઈ અને સ્ટાફે ઓસા ગામે જુગાર અંગે રેડ પાડતાં ચાર શખ્સો પટમાંથી રંગેહાથ જુગાર રમતા ઝડપાઈ ગયા હતાં જયારે ૧૪ શખ્સો નાસી જતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓસા ગામે કિંદરખેડીયા શેરીમાં જાહેરમાં જુગાર રમતાં રમેશ બાલસ, રણમલ કિંદરખેડીયા, જગદીશ મોકરીયા, અરજણ મોકરીયાને રોકડ રૂા. ૧૦૦રપ, મોબાઈલ-ર મળી કુલ રૂા. ૧૬૦રપનાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે રેડ દરમ્યાન નાસી જનાર ભાવેશ કિંદરખેડીયા, રાહુલ કિંદરખેડીયા, દુદા માલમ, ભીમા માલમ, રઘા ગરેજા, કિશોર બાલસ, ભરત કિંદરખેડીયા, રાજા બાલસ, કરશન કિંદરખેડીયા, કૈલાશ કિંદરખેડીયા, લલીત ઝોરા, દેવાયત કિંદરખેડીયા, રસીક બરેજા, સરમણ ડોકલને ઝડપવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.
ખોરાસા
વંથલીનાં પો.કો. ભરતસિંહ નાનુભાઈ અને સ્ટાફે ખોરાસા ગામે જુગાર અંગે રેડ પાડતાં કમલેશ ડવ, દામજી કંસારા, ગીરીશગીરી અપારનાથી, રામ ચાવડા, મોકા ચાવડા, કારા ચાવડા, રાજા હુંબલને રોકડ રૂા. ૧૭૭૧૦, મોબાઈલ-પાંચ મળી કુલ રૂા. ર૪૧૭૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!