લોકશાહીમાં ચૂંટણીને એક પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ આવા જ પર્વની શરૂઆત થઈ ચુકી છે. સાહિત્ય ક્ષેત્રે પોતાનું અમુલ્ય યોગદાન આપનારા મુઠ્ઠી ઉંચેરા સાહિત્યકારોએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ૧૧પ વર્ષ જુની ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી શરૂ થઈ ચુકી છે. ગત તા.૧૮-૦૯-ર૦ર૦ થી શરૂ થયેલી આ ચૂંટણીની પ્રક્રીયા તા.૧૯-૧૦-ર૦ર૦ સુધી ચાલશે. ચૂંટણીમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી વરસોથી પોસ્ટલ બેલેટથી થાય છે. એટલે કે તા.૧૮-૯-ર૦ર૦ના દિવસે સાહિત્ય પરિષદના મતદારોને મતપત્રો રવાના કરવામાં આવ્યા છે. હવે સભ્યો તે મતપત્રોમાં પોતાનો મત આપીને તા.૧૯-૧૦-ર૦ર૦ સુધીમાં સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના કાર્યાલયને પરત મોકલશે. આ ચૂંટણી અનેક પ્રકારે વીશિષ્ટ દા.ત.પ્રમુખ તરીકે કોઈ ઉમેદવાર જાતે ઉમેદવારી કરી શકતો નથી. પરિષદના દસ આજીવન સભ્યો સંયુકત રીતે પોતાની પસંદગીનું નામ પરિષદને સુચવે એ વ્યકિત પ્રમુખપદનો ઉમેદવાર ગણાય. ગુજરાતી સાહિત્ય પરિષદનું આગવું મહત્વ છે, કેમકે મહાત્મા ગાંધી પણ આ પરિષદના પ્રમુખની ચૂંટણી લડી ચુકયા છે. જેમાં ગાંધીજીનો પરાજય થયો છે. હાલ આ પરિષદના પ્રમુખની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો છે. જેમાં લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોમાં હરિકૃષ્ણ પાઠક પ્રકાશ ન. શાહ, અને હર્ષદ ત્રિવેદીનો સમાવેશ થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદના જાન્યુઆરી ર૦ર૧થી ડિસેમ્બર ર૦ર૩ સુધીની મુદત માટે પ્રમુખ પદની ચૂંટણીમાં ઉભા રહેલા ત્રણેય ઉમેદવારો પોત પોતાની રીતે સક્ષમ અને પ્રતિષ્ઠિત છે. આ ત્રણેય ઉમેદવારોમાં હરિકૃષ્ણ પાઠક અને પ્રકાશ ન.શાહ અગાઉ પરિષદના મંત્રી અને ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે. હર્ષદ ત્રિવેદી પરિષદના મંત્રી તરીકે તથા ઘણા વર્ષ ‘શબ્દસૃષ્ટિ’ના (અકાદમીનું સામિયક) તંત્રી તરીકે કામ કરી ચુકયા છે. ત્રણેય ઉમેદવારો પાસે પોતાનું આગવું વ્યકિતત્વ છે. પરિષદની મધ્યસથ સમિતિની ચૂંટણીમાં ૪૦ સભ્યો ચૂંટાવાના છે. અને સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત, મધ્ય ગુજરાત, દ.ગુજરાતમાંથી ૮૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. દક્ષિણ ગુજરાતમાંથી ૧૪ ઉમેદવારો છે. જેમાં અઝીઝ ટંકારવી, રવિન્દ્ર પારેખ, સતિશ પંડયા, બકુલેશ દેસાઈ, બકુલ ટેલર, પ્રજ્ઞાવંશી, ધ્વનિલ પારેખ, ઈશ્વર પટેલ, રમેશચંદ્ર પટેલ, ભરત ઠાકોર, રાકેશ દેસાઈ, સંવર્ધક સભ્યના વિભાગમાંથી જગદીશ કંથારીયા, સંવર્ધક સભ્યના વિભાગમાંથી ઉત્તમ પરમાર, સંસ્થા સભ્ય કશ્યપ મહેતા, સંસ્થા સભ્યનો સમાવેશ થાય છે. આગામી મધ્યસ્થ સમિતિની ર૦ર૧-ર૩ વર્ષ માટે યોજાનારી ચૂંટણી સંદર્ભે મત આપ્યા પછી મતપત્રક પરિષદને પહોંચાડવા અને મત આપવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉમેદવારો દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદના આજીવન સભ્યો જાેગ જાહેર અપીલ કરી મત આપવા આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews