ઉના શહેર તથા ગ્રામ્ય પંથકમાં મંગળવારે રાતંરીનાં વિજળીના કડાકા ભડાકા આખી રાત થયા હતાં અને ગઈકાલ બુધવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો જે બે કલાકમાં બે ઈંચ વરસી ગયો હતો. ગ્રામ્ય પંથકમાં અમોદરા, સામતેર, દેલવાડા, નવાબંદર, સીમર, ભાચા, ખાપટ, જુડવડલીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આમોદરામાં નદીનાં પાણી ખેતરોમાં ઘુસી જતાં ખેતરો તળાવ બની ગયા હતાં. અને ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયો છે. મૌસમનો કુલ વરસાદ પર ઈંચ થયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews