જૂનાગઢ કલેકટર કચેરીમાં જમીન શાખાના નાયબ મામલતદાર રૂા. ૧ લાખની લાંચ લેતા ઝડપાયા

0

જૂનાગઢની કલેકટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદારને રૂા. ૧ લાખની લાંચ લેતાં એસીબીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત પ્રમાણે જૂનાગઢમાં રહેતા એક નાગરિકને પોતાની ૧ર૭૯૧ ચો.મી. જમીન ઉપર કારખાનું કરવા, તેનો કોમર્શિયલ ઉપયોગ કરવા અથવા વેંચાણ માટે જમીન બિનખેતી કરવાની હતી જેના માટે તેણે ઓનલાઈન અરજી કરી હતી. આ અંગે તે જૂનાગઢની કલેકટર કચેરીમાં જમીન શાખાના નાયબ મામલતદાર જગદીશભાઈ ગોપાલભાઈ મકવાણાને રૂબરૂ મળી ચર્ચા કરતાં નાયબ મામલતદાર જગદીશભાઈ મકવાણાએ પ્રતિ ચો.મી.ના રૂા. ૩૦ લેખે ૧ર૭૯૧ ચો.મી. જમીન બિનખેતી કરવા માટે રૂા. ૩.૯૦ લાખની લાંચ માંગી હતી. જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોય તેણે એસીબીના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી આ બાબતે એસીબીના સ્ટાફને વાકેફ કર્યા હતા. ત્યારબાદ રકઝકના અંતે નાયબ મામલતદાર જગદીશભાઈ મકવાણાએ રૂા. ૩ લાખ નક્કી કરેલ જેમાં રૂા. ૧લાખ કામ થાય તે દિવસે અને બાકીના રૂા. ર લાખ કામ થયા બાદ આપવા નક્કી કરાયું હતું. આ અંગેની જાણ એસીબીને જાગૃત નાગરિકે ફરીયાદ કરતાં એસીબીના પીઆઈ એમ.એ. વાઘેલા સહિતનો સ્ટાફ અને પોરબંદર એસીબીના સ્ટાફે નાયબ મામલતદાર જગદીશભાઈ મકવાણાને લાંચની રકમ સાથે ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું જેમાં ગઈકાલે રૂા. ૧ લાખની લાંચ લેંતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. એસીબીના સ્ટાફે તપાસ કરતાં નાયબ મામલતદાર જગદીશભાઈ મકવાણાના ટેબલના ખાનામાં દોઢ લાખ રૂપિયા રોકડા મળ્યા હતા જે બાબતે નાયબ મામલતદાર જગદીશ મકવાણા સંતોષકારક જવાબ નહીં આપી શકતાં એસીબીએ દોઢ લાખ રૂપિયા કબ્જે કરી નાયબ મામલતદાર જગદીશ મકવાણા સામે ગુનો નોંધી તેના ઘરની તપાસ પણ શરૂ કરી હતી. જૂનાગઢની કલેકટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદાર જગદીશભાઈ મકવાણા એક લાખ રૂપિયાની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાઈ જતાં ચકચાર મચી જવા પામી છે અને ગેરરીતિ કરતા અધિકારીઓ, કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફરી વળી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!