વિવાદોના પર્યાય બની ચૂકેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં વધુ એક વિવાદાસ્પદ મામલો

0

સમગ્ર વિગત જોવા જઇએ તો અંગ્રેજી ભવનમાં કરાર આધારિત અધ્યાપકોની વરણી સમિતિની બેઠક તા. ૨૧-૦૯-૨૦૨૦ ના રોજ ભવનના વડા સંજય મુખરજીની ચેમ્બરમાં મળી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટના ઠરાવ તેમજ સરકારની માર્ગદર્શિકા મુજબ કરાર આધારિત અધ્યાપકોની વરણી સમિતિની રચનામાં ભવનના એક સિનિયર મોસ્ટ અધ્યાપકને સામેલ કરવાની જોગવાઈ છે. ભવનના અધ્યાપક પ્રો. કમલ મહેતા હાલ રજા ઉપર હોય, સિનિયોરીટીની યાદીમાં બીજા ક્રમે પ્રો. જયદીપસિંહ ડોડીયાનું નામ આવે છે. આ વરણી સમિતિમાં વહાલા દવલાની નીતિ અખત્યાર કરી પ્રો. જયદીપસિંહ ડોડીયાને નિમંત્રણ આપવાને બદલે એમના જુનિયર એવા પ્રો. આર. બી. ઝાલાને ભવનના વડા સંજય મુખરજીએ આમંત્રણ આપી સામેલ કરી અને આ રીતે સરકારની માર્ગદર્શિકા અને સિન્ડિકેટના ઠરાવનો ભંગ કરી ગુનાહિત કૃત્ય કર્યું છે જેને લીધે યુનિવર્સિટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ભવનમાં અધ્યાપકોની નિમણૂંકમાં પોતાના નજીકના લોકો ને યેનકેન પ્રકારે ગોઠવી દેવાની મેલી મુરાદ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ બાબતે પ્રો. જયદીપસિંહ ડોડીયાએ માનનીય કુલપતિડો. નીતિન પેથાણી, ઉપકુલપતિ વિજય દેશની સહિતનાઓને લેખિતમાં ફરિયાદ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!