ચોમાસું હવે વિધીવત વિદાય લઈ રહયું છે : ર૮ સપ્ટેમ્બરથી રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય : હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસીયા

0

બે દિવસ પહેલા જ મુંબઈમાં દે ધનાધન ૧૧ ઈંચથી વધારે વરસાદ પડી ગયો છે. દેશભરમાં ચોમાસું આ વર્ષે અતિભારે રહયુંછે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં પણ ભારેવરસાદ અતિ વરસાદ અને શ્રીકાર વરસાદ વરસ્યો છે. જૂનમાંસથી જ શરૂ થયેલુ આ ચોમાસું સપ્ટેમ્બરનાં અંતિમ દિવસો સુધી પણ કાર્યરત રહયું હતું. અને અતિશય વરસાદને પગલે નદી-નાળા, ડેમ, તળાવોમાં ભરપુર આવક થઈ છે. બીજી તરફ ભારે વરસાદને કારણે ખેતરોમાં બેટ જેવી હાલત સર્જાણી છે. આ વર્ષે ખેતપાકોને જબર નુકશાન થયું છે. નુકશાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે.ગામેગામ ખેડુત વરસાદ અને પાકને લઈ વ્યથા ઠાલવી રહી છે. પરંતુ હવે ચોમાસાના દિવસો પુરા થઈ રહયા છે. અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાંત ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, આગામી તા.ર૮ સપ્ટેમ્બરથી રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય થઈ રહયું છે. ભેજનુ પ્રમાણ ઘટી જતાં હવે વરસાદની શકયતા નહીંવત છે. અને વરસાદના વિદાયની સિસ્ટમ બદલાઈ રહી છે. આ વરસે ચોમાસુ શરૂ થયાનાં ૬૦ દિવસ વરસાદના રહયા છે. અને હવે ચોમાસુ વિદાય થવામાં છે તેમ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!