રાજયમાં જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસુલી સુધાર થકી મહેસુલી સેવાઓને વધુ સરળ બનાવવા રાજય સરકાર કટીબધ્ધ : મહેસુલ મંત્રી કોૈશિકભાઈ પટેલ

0

મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘર્દ્રષ્ટી અને સમયબધ્ધ આયોજનના પરીણામે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે વિવિધ મહેસુલી સુધારાઓ કર્યા છે. જેના ખૂબ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યા છે.
રાજ્યમાં ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાનો અભિગમ અપનાવી ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વધુ વેગવાન બનાવવાનો માર્ગ સરળ કર્યો છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીતે ખૂબજ વિકસીત રાજ્ય છે. તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યો પૈકીનું એક રાજ્ય પણ છે. જેના કેન્દ્રમાં જમીન એક અગત્યનું પરીબળ છે. રાજ્યમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખૂલે તે માટે ઔદ્યોગિક મૂડી રોકાણો આકર્ષિત કરવા અંગે ધ્યાને રાખીને ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયક-૨૦૨૦ રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રીએ આ સુધારા વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ સુધારા વિધેયકથી ગણોતધારામાં નવી ઉમેરાયેલ કલમ-૬૩-કકક થી સમગ્ર રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, શિક્ષણ, તબીબી શિક્ષણ કે આરોગ્ય જેવાં હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી નહિ લેવી પડે.
આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે. મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ, ઇન્સ્પેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી ક્રાંતિકારી વ્યવસ્થાથી અંત આવશે. મંત્રીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત મેડીકલ-એન્જીનીયરીંગ અને વ્યવસાયિક શૈક્ષણિક ક્ષેત્ર સાથોસાથ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ સહિતનું હબ બન્યું છે ત્યારે મુખ્યમંત્રીએ કૃષિ, પશુપાલન યુનિવર્સિટી તેમજ તબીબી-ઇજનેરી શિક્ષણ અને અન્ય શૈક્ષણિક હેતુઓ માટે સરળતાએ જમીન ઉપલબ્ધ થઇ શકે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટની નવી દિશા ખોલી આપી છે. મંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે જમીન ખરીદી હોય પરંતુ કોઈ કારણસર ઉદ્યોગ શરૂ ન કરી શકે અને વંેચાણ કરવાનું જરૂરી હોય ત્યારે પ્રમાણપત્રની તારીખથી ૩ થી ૫ વર્ષ માટે ૧૦૦ ટકા, ૫ થી ૭ વર્ષ માટે ૬૦ ટકા, ૭ થી ૧૦ વર્ષ માટે ૩૦ ટકા અને ૧૦ વર્ષ પછી ૨૫ ટકા પ્રવર્તમાન જંત્રીની રકમ વસુલ લઇને વેચાણની પરવાનગી આપી શકાશે. વધુમાં, જી.ડી.સી.આર.ની જોગવાઈ મુજબ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં જી.ડી.સી.આર.ની જોગવાઈ હેઠળ જાહેર કરેલ ઝોન મુજબ જમીનનો ઉપયોગ કરવાના હેતુ માટે પરવાનગી આપવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!