જૂનાગઢ શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી મોનીટરીંગ કરી જે લોકો ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને ઈ-મેમા ઈશ્યુ કરવામાં આવી રહેલ છે. આ ઈ-મેમાનાં દંડની રકમ ઓનલાઈન અને ઓફલાઈન એમ બે રીતે કલેકશન કરવામાં આવી રહેલ છે. ગાંધીનગર ખાતે આવેલા ત્રીનેત્રમ ઓફીસમાં તથા સર્વરનું મેઈન્ટેનન્સ તા.ર૬-૯-ર૦ થી
તા.ર૯-૯-ર૦નાં કલાક ૧રઃ૦૦ દરમ્યાન ચાલું રહેનાર હોય જેથી ઈ-મેમાનાં દંડની રકમ કલેકશનની કામગીરી ઉપરોકત સમયગાળા દરમ્યાન બંધ રહેશે. જેમાં ઓનલાઈન તથા ઓફલાઈન બન્ને પોર્ટલ બંધ રહેશે. જેની તમામ લોકોને જાણ કરવામાં આવે છે. તા.ર૬-૯-ર૦ થી તા.ર૯-૯-ર૦નાં કલાક ૧રઃ૦૦ સુધી આપ ઈ-મેમાનાં દંડની રકમ ઓનલાઈન કે ઓફલાઈન ભરી શકશે નહી. વધુમાં તા.ર૯-૯-ર૦ર૦નાં કલાક ૧રઃ૦૦થી રાબેતા મુજબ ઈ-ચલણ દંડ કલેકશનની કામગીરી ચાલું થઈ જશે તેમ જૂનાગઢ જીલ્લા પોલીસ વડાની યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews