વકરતા કોરોના વચ્ચે ૫૦ લાખથી વધુ લોકો સાજા થયા

ભારતમાં કોરોના કેસનો આંકડો ૬૧ લાખને આંબી ગયો છે આની સાથે કોરોના સંક્રમિતથી સાજા થઈ ગયેલા લોકોની સંખ્યા ૫૦ લાખને પાર કરી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૯૬ હજાર લોકોનાં મોત નીપજ્યા છે. કોરોના એક્ટિવ કેસની સંખ્યા નવ લાખથી વધુ છે. દેશમાં કોરોના કેસ વધવાની સાથે રિકવરી રેટ પણ વધી રહ્યો છે હાલમાં કોરોના સાજા થવાનો દર ૮૨.૬ ટકા છે જ્યારે મૃત્યુદર ૧.૬ ટકા રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે ૨૪ કલાકમાં કોરોનાના ૮૨,૧૭૦ કેસ સામે આવ્યા છે જ્યારે ૧૦૩૯ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. આની સાથે કોરોના કેસનો કુલ આંકડો ૬૧૧૯૬૮૦ થઈ ગયો છે જ્યારે મૃત્યુઆંક ૯૫૯૪૦ થઈ ગયો છે અને કુલ ૫૦૫૨૩૩૫ લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોના કુલ કેસમાં ભારત અમેરિકાથી ૧૩ લાખ કેસ પાછળ છે અને હાલ અમેરિકામાં દૈનિક ૩૦-૩૫ હજાર સંક્રમિતો નોંધાઈ રહ્યા છે જ્યારે ભારતમાં રોજનાં ૭૦-૮૦ હજારની વચ્ચે કેસ નોંધાઈ રહ્યા છે. જાે આ જ રફતાર રહી તો ભારત ટૂંક સમયમાં જ અમેરિકાને પાછળ છોડી દેશે. ૧ સપ્ટેમ્બર સુધી અમેરિકામાં ૬૧ લાખ કોરોના કેસ હતા જ્યારે ભારતમાં ૩૮ લાખની નજીક ૨૩ લાખનું અંતર હતું. ૨૬ સપ્ટેમ્બર સુધીમાં અંતર ઘટીને માત્ર ૧૩ લાખ રહ્ય્šં છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત ૫ રાજ્યોમાં પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. આ રાજ્યોમાં કોરોનાની ઇ વેલ્યુ ૧થી નીચે આવી ગઈ છે. ઇ વેલ્યુ એવા લોકોની સંખ્યાને દર્શાવે છે જે કોઈ કોવિડ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવીને સંક્રમિત થઈ શકે છે. દેશના પાંચ મોટા રાજ્યો જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઇ કેસની વેલ્યુ ૧ કરતા પણ ઓછી હોવાથી એક્ટિવ કેસોની સંખ્યા ઘટવા લાગી છે. ચેન્નાઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાઈન્સિસ મુજબ ૧૯ સપ્ટેમ્બર પછી ભારતની ઇ વેલ્યુ ઘટીને ૦.૯ પર આવી ગઈ છે. તે પહેલાના અઠવાડિયામાં આ વેલ્યુ ૧.૧ હતી. ૧૯ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બરની વચ્ચે પાંચ રાજ્યો- મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ઇ વેલ્યુ ૧ કરતા ઓછી નોંધાઈ છે. જાેકે, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં હવે તેના આંકડાઓ વધવા લાગ્યા છે. સૌથી અસરગ્રસ્ત પાંચ રાજ્યોમાં ૧૮થી ૨૧ સપ્ટેમ્બરની વચ્ચે આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશની ઇ વેલ્યુ એકની નીચે રહી છે. મુંબઈની ઇ વેલ્યુ ઘટી હતી પરંતુ ફરીથી વધી ગઈ. એ જ રીતે, ચેન્નાઇ, બેંગલુરૂં અને કોલકાતાની આર વેલ્યુ પણ એકની ઉપર જતી રહી છે. જાે કે, નવા કેસો જે રીતે વધુ રિકવરી મેળવી રહ્યા છે તેને જાેતા અપેક્ષાઓ વધી છે કે જાે ભારત એક્ટિવ કેસની સંખ્યાને નિયંત્રિત કરવામાં આવે તો ઇ વેલ્યુ પણ નીચે આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!