રાજયના પોલીસ વડાની સુચના મુજબ પેરોલ ફર્લો જમ્પ, વચગાળાના જામીન ઉપરથી ફરારતેમજ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા રાજકોટ રેન્જ તેમજ રાજકોટ રેન્જના જીલ્લાઓ દ્વારાખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. છેલ્લા દોઢેક મહિનામાં રાજકોટ રેન્જની ટીમે પેરોલ ફર્લો રજા ઉપરથી ફરાર-૦૨, વચગાળાના જામીન ઉપરથી ફરાર-૦૧, ખુન-૦૨, ખુનની કોશીષ-૦૧, નારકોટીકસ (NDPS)-૦૧, ધાડ-લુંટ-૦૧, પાસા વોરંટ/સજા વોરંટ-૦૧ મળી કુલ-૧૧ આરોપીઓને ઝડપી પાડયા છે તેમજ રાજકોટ રેન્જ હેઠળ આવતા જીલ્લાઓમાં પણ આવા આરોપીઓને પકડવાની કામગીરી દરમ્યાન જામનગર-૦૪, રાજકોટ ગ્રામ્ય-૦૮, દેવભૂમિ દ્વારકા-૦૧, મોરબી-૦૩, સુરેન્દ્રનગર-૧૩ અને એ.ટી.એસ-૦૧ સહિત કુલ-૪૧ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા ઉપરથી ફરાર ભાવનગર તથા રાજકોટ ગ્રામ્યના ખુનના ગુનાના કેદી કે જેઓને આજીવન કેદની સજા કરવામાં આવેલ, વચગાળાના જામીન ઉપરથી ફરાર રાજકોટ શહેર તથા સુરેન્દ્રનગરના ખુનના ગુનાના કેદી, ધ્રોલ ટાઉનમાં સરાજાહેર થયેલ ફાયરીંગના ખુનના ગુનાના આરોપીઓ, સુરેન્દ્રનગર જીલ્લામાં હીરાની લૂંટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપી, દેવભૂમિ દ્વારકાના NDPS ગુનાના આરોપીઓ, જામનગરની નામચીન જયેશ પટેલ ગેંગનો સાગરીત તેમજ પાસા વોરંટ ઇસ્યુ થયેલ અને ફાયરીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને રાજકોટ રેન્જની ટીમે પકડી પાડેલ છે અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. રાજકોટ રેન્જના જીલ્લાની પોલીસ ટીમોને પણ આવા ગંભીર ગુનાઓમાં ફરાર તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે. જેમાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતો ફરતો જામનગર જીલ્લાના ખુનના ગુનાનો આરોપી ગુરસિંગ કટારા, છેલ્લા ૧૨ વર્ષથી લુંટના ગુનામાં નાસતા ફરતા રાજકોટ જીલ્લાના આરોપી રાકેશ મેડા તેમજ મોરબી જીલ્લાનો છેલ્લા ૩૮ વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર મુંબઇની યેરવડા જેલમાં ખુનની આજીવન સજા ભોગવતા કેદી મગનભાઇ મનાણીનો સમાવેશ થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews