કેશોદના નિવૃત્ત કર્મચારી એ પોતાના ખર્ચે કોરોનાના રક્ષણ માટે ઉકાળાના ૪૦ હજાર જેટલા પેકેટનું વિતરણ કર્યુ હતું તેમની આ ઉમદા કામગીરીને ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે સન્માન કરી બીરદાવવામાં આવી હતી.
કેશોદ તાલુકાના દરેક ઘરના દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે કઇંક કરવા વિઠ્ઠલભાઈ ડોબરીયા સરકારી દવાખાના અગતરાયનો સંપર્ક કર્યો હતો. તેઓ લેન્ડ રેકર્ડ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. અગતરાય સરકારી દવાખાના સંપર્ક કરતા તેમને લોકોને કઈ કઈ દવાનું વિતરણ કરી શકાય તે જાણી પોતાના ખર્ચે ઉકાળાનું મટીરીયલ લાવી આપ્યું હતું. જેનું ઘરદીઠ ૭ દિવસ ચાલે તેટલું ઉકાળાના કુલ ૪૦ હજાર પેકેટ સરકારી આયુર્વેદ દવાખાનાના માર્ગદર્શન હેઠળ બનાવી લીધા હતા. જેનું વિતરણ જૂન મહિનામાં કેશોદ તાલુકાના દરેક ગામ તથા કેશોદ શહેરમાં કરવામાં આવ્યું હતું.
કેશોદ શહેરમાં ફરી કોરોનાના કેસ વધતા વિઠ્ઠલભાઈએ ફરી કેશોદ શહેર માટે પોતાના ખર્ચે ૫૦૦ કિલો ઉકાળા મંગાવી સરકારી આયુર્વેદ દવાખાના અગતરાય મારફત વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની આ કામગીરી બદલ વિઠ્ઠલભાઈનું ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે સન્માનનો કાર્યક્રમ જલારામ મંદિર કેશોદ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મેડીકલ ઓફિસર વૈધ સચિન દલાલ, મામલતદાર હેતલબેન ભાલીયા, અગ્રણી ગોવિંદભાઇ બારીયા, રામભાઈ સીસોદીયા, દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધારા અને જલારામ મંદિરના સભ્યો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.મહેશ વારાનું માર્ગદર્શન મળેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews