ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી આરોપીએ ગુનાની કબુલાત કરી

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ ઈ-ગુજકોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચના આપવામાં આવી હતી. દરમ્યાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી, હેડ કોન્સ. માલદેભાઈ, પોલીસ કોન્સ. વનરાજસિંહ, અનકભાઈ, દિનેશભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં સળગાવી નાખવાના કેસમાં પકડાયેલ આરોપી વિરૂધ્ધ ઈ-ગુજકોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.
તાજેતરમાં જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સળગાવી નાખવાના ગુન્હામાં પકડાયેલ આરોપી પીનાક મહેશભાઈ ચૌહાણ (જાતે ગુર્જર ક્ષત્રિય, ઉ.વ. ૨૪ રહે. દાતાર રોડ કામદાર સોસાયટીના નાકે જૂનાગઢ વાળા)ની ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સળગાવી નાખવાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પીનાક મહેશભાઈ ચૌહાણની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં બે ત્રણ દારૂ પીધેલના ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી અને સ્ટાફ દ્વારા આરોપી પીનાક મહેશભાઈ ચૌહાણની ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી પીનાક મહેશભાઈ ચૌહાણ ૨૦૧૮ ની સાલમાં જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલના ૨ કેસમાં, ૨૦૧૯ની સાલમાં પણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી, ઇજા, તેમજ ૨૦૧૭માં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન તેમજ પાસા, ૨૦૧૯ ની સાલમાં આજીડેમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના પ્રોહીબીશનના, ૨૦૧૯ ની સાલમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ આરોપી હોવાની વિગતો, ઈ ગુજકોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. સળગાવી નાખવાનાના ગુન્હામાં પકડાયેલ આરોપી પીનાક મહેશભાઈ ચૌહાણ પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ ઈ-ગુજકોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, વાપી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનના ગુન્હામા સંડોવાયેલ હોય જે પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક સંપર્ક કરતા સદર આરોપીને વાપી પોલીસ સ્ટેશનના ગુ.ર.ન. થર્ડ ૫૦૬/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એ ઈ, ૮૧, ૯૮(૨) મુજબના ગુન્હામાં પકડવાનો બાકી વોન્ટેડ હોવાનું પણ જાણવા મળેલ હતું. આમ, પોકેટ કોપ એપ્લિકેશન આધારે સર્ચ કરવામાં આવતા આ પકડાયેલ આરોપી આંતર જિલ્લા આરોપી નીકળ્યો હતો અને ઈ-ગુજકોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. ઈ-ગુજકોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચારેલાની કબૂલાત કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!