જામખંભાળીયા એન.એસ.યુ.આઈ. દ્વારા વિરોધ, આવકનાં દાખલામાં વ્યાપક ભૂલો હોવાનો આક્ષેપ

0

કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા રજુઆત કરાઈ હતી. આવકના દાખલામાં વિવિધ પ્રકારની ભૂલો ધ્યાને આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. અધિકારીઓ લાજવાના બદલે ગાજતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો તેઓ દ્વારા ભૂલ સ્વીકારવાના બદલે રોષે ભરાયા હતા. પોતાની ભુલનો સ્વીકાર કરવાના બદલે અધિકારીએ જણાવ્યું હતું કે કામનું ભારણ હોઈ બીજા ભૂલો કરે છે તો અમે શુ કરીએ? તેમ જણાવી, અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા ૭૨ કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની આપી ચીમકી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, તુષાર હાથલીયા, જયેશ કંડોરીયા, સાગર ગોજીયા, ભાયા ભાદરકા, સાહિલ ગોસાઈ સહીતના કાર્યકરો જોડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!