હત્યા કેસમાં રાપરના વકીલની ર૪૦ કિ.મી.ની સૌથી લાંબી અંતિમયાત્રા નીકળી

0

રાપર ખાતે દલિત અગ્રણીની કરપીણ હત્યા કરાઈ હતી. જેના રાજ્યભરમાં ઘેરાપડઘા અને પ્રત્યાઘાત પડ્યા છે. આ હત્યાના બનાવમાં હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આખરે પોલીસે નવ આરોપીઓ સામે એફઆઈઆર નોંધી તમામ આરોપીઓની અટકાયત કરતા પરિવારજનોએ ગતરોજ મૃતદેહનો સ્વીકાર કરતા મૃતક દેવજીભાઈની આજરોજ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રા રાપરથી ચિત્રોડા, સામખિયાણી, ભચાઉ, ગાંધીધામ, અંજાર થઈને ભૂજ અને ત્યાંથી મતિયાદેવ ધામ નજીક નલિયાના ગુડથર ખાતે દફનવિધિ માટે પહોંચી હતી. આ યાત્રા લગભગ ર૪૦ કિ.મી. જેટલી લાંબી અંતિમયાત્રા હતી, જે દેશની અત્યાર સુધીની સૌથી લાંબા અંતરની અંતિમયાત્રા બની રહેશે. ગત શુક્રવારના રોજ કચ્છના વગાડ વિસ્તારના રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય અને પોતાની કચેરી નીચે જ અગ્રણી વકીલ અને વિવિધ સંસ્થાઓ સાથે જાેડાયેલ દલિત આગેવાન દેવજીભાઈ મહેશ્વરી ઉપર છરીથી હુમલો કરી એક યુવાને ઢીમ ઢાળી દેતા તેના કચ્છ સહિત રાજ્યભરમાં ઘેરા પડઘા અને પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટના બાદ ઠેરઠેર વિરોધ પ્રદર્શન, ચક્કાજામ જેવી ઘટનાઓ બની હતી. મૃતકના પત્ની મીનાક્ષીબેન દ્વારા નવ આરોપીઓના નામજાેગ હત્યા અને તે માટેના ષડયંત્રની ફરિયાદ નોંધાવ્યા બાદ હત્યા કરતા રંગેહાથ સીસીટીવીમાં ઝડપાયેલ મુખ્ય આરોપી સહિત છની અને ત્યારબાદ મદદરૂપ થનાર વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જાે કે, મૃતકની પત્ની દ્વારા જ્યાં સુધી તમામ આરોપીઓની અટકાયત ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જેથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. પાંચ દિવસની તપાસ બાદ પોલીસે એફઆઈઆરમાં દર્શાવેલ નવ આરોપી ઉપરાંત મુખ્ય આરોપીને નાસી છૂટવામાં મદદ કરનારા બે વધુ આરોપીઓની અટકાયત કરી હતી. ત્યારબાદ ગતરોજ મૃતદેહનો સ્વીકાર કરાતા આજરોજ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જે રાપરની ચિત્રોડા, સામખિયાણી, ભચાઉ, ગાંધીધામ, અંજાર થઈને ભૂજ અને ત્યાંથી મતિયાદેવ ધામ નજીક નલિયાના ગુડથર ખાતે દફનવિધિ કરાઈ હતી. આ યાત્રા ર૪૦ કિ.મી. જેટલી લાંબી હતી. જેને માર્ગમાં વિવિધ સ્થળોએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ અંતિમયાત્રામાં વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતક પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે, ઘટનાને તમામ સમાજના લોકોએ વખોડી છે. પરંતુ મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી ત્યાં સુધી સરકારના પેટનું પાણી પણ ન હલ્યું. કચ્છમાં એવી એકતા ઊભી થાય જેમાં તમામ સમાજ એક થવા જાેઈએ. ઉક્ત ઘટનામાં પોલીસે જે વચનો આપ્યા તેની પૂર્તતા થાય તે આવશ્યક છે જાે તેમ નહીં થાય તો આંદોલન ચાલુ રહેશે. રાજકીય નેતાઓની સંડોવણી પોલીસ તપાસનો વિષય હોવાનું જણાવી પ્રાથમિકરૂપે રાજકીય લોકોની સંડોવણી હોવાનું જણાતું હોવાનું તેમણે કહ્યું હતું. જ્યારે આ ઘટનામાં મુખ્ય આરોપી ભરત રાવલ મુંબઈ નાસી ગયો હોવાની જાણ થતાં પોલીસે મુંબઈ પોલીસને જાણ કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓ મહેશ ભોજાભાઈ પટેલ અને રાજેશ ઉર્ફે વિરમ પટેલ બંને રહે.મુંબઈને ઝડપી પાડ્યા હોવાનુું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!