જાંબુર ગામનાં સીદી બાદશાહ જાતીનાં લોકો સરકારી યોજનાનાં લાભોથી વંચિત !

ગીર-સોમનાથ જીલ્લાનું જાંબુર ગામ ખાસ કરીને અહીં વસવાટ કરતાં સીદી બાદશાહ જાતિનાં લોકોનાં ધમાલ નૃત્યુથી ભારે પ્રખ્યાત થઈ ચુકયું છે. ખાસ મહેમાનું આગમન અને કોઈ પ્રસંગોચીત યોજાતા કાર્યક્રમમાં ધમાલ નૃત્યુના કાર્યક્રમો બેશક હોય છે. આ અનોખા કાર્યક્રમને નિહાળી ઉપસ્થિત જનસમુદાય તાળીઓના ગડગડાટથી તેને વધાવી લે છે. આઝાદી મળી તેને સાત દાયકા વધારે સમય થયો છે. અને આજે જયારે ગુજરાત પ્રત્યેક જીલ્લા વિકાસની વણંથભી યાત્રામાં જાેડાયેલા છે. ત્યારે નાના એવા જાંબુર ગામે વિકાસનું કોઈ કિરણ હજુ સુધી પ્રગટયું નથી. સીદી બાદશાહ તરીકે ઓળખાતા આ સમાજનાં લોકોને સરકારશ્રીની કોઈપણ યોજનાનો લાભ હજુ સુધી મળ્યો નથી. અને ભારતનાં મીની આફ્રિકા ગણાતા જાંબુર ગામ અનેક સુવિધાથી વંચિત છે ત્યારે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર દ્વારા અહીં પણ વિકાસનાં કાર્યો કરવાની લાગણી અને માંગણી ઉઠવા પામી છે.
ગીરના સાવજાેની ડણક સર્વત્ર સંભળાય છે. ગીરની ગાય વખણાય છે, કેસર કેરીની પણ એટલી જ બોલબાલા છે. ત્યારે ભારતનાં મીની આફ્રિકા એવા જાંબુરમાં વસવાટ કરતાં સીદી બાદશાહ જાતિનાં લોકોનું ધમાલ નૃત્યુ પણ સૌરાષ્ટ્ર- ગુજરાત સહિત વિસ્તારોમાં ભારે પ્રખ્યાત છે. ખડતલ અને કસાયેલ શરીર તેમજ આગવી છટા, નિષ્ઠા, વફાદારી જેવા ગુણો જેમાં રહેલા છે તેવા સીદી બાદશાહ જાતિનાં લોકો મોટાભાગે આફ્રિકાના વતની છે. કહેવાય છે કે જૂનાગઢનાં તત્કાલીન નવાબ સાહેબ દ્વારા ખાસ કરીને સિંહોની સાર સંભાળ અને દેખરેખ માટે આફ્રિકા ખાતેથી લાવવામાં આવેલ હતાં અને ત્યારથી લઈને સીદી બાદશાહ જાતિના પરિવારોએ અહીં જ પોતાનું રહેઠાણ બનાવેલ છે. કંઈક નવુ્‌ં કરવાની ધગશ, સતત તત્પરતા, વિકાસના પથ ઉપર દોટ મુકવાની હૈયામાં હામ તેમજ સાહસ વૃતિથી થનગનતા એવા સીદી બાદશાહ જાતિનાં લોકોનું કૌશલ્ય અનેક પ્રકારે ખીલી ઉઠે છે. ગીર-સોમનાથ જીલ્લામાં આવેલા જાંબુર ગામ સીદી બાદશાહ જાતિના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરી રહયા છે. સરકારની અનેક પ્રકારની યોજનાઓનો આ ગામમાં સાવ અભાવ છે. વિકાસનું એક પણ કીરણ જાેવા મળતું નથી. સીદીબાદશાહ જાતિના લોકો અને તેમના પરિવાર માટે રોજગારી મેળવવા માટે પણ ભારે પરિશ્રમ અને હુન્નર કરવા પડી રહયા છે. આ ગામમાં નાના-નાના મકાનોમાં રહેતા આ પરિવારનાં લોકો જાણે ર૧મી સદીમાં નહીં પરંતુ ૧૮મી સદીમાં રહેતા હોય તેવું લાગે છે. આ ગામમાં પાઠશાળા ચાલે છે જયાં સીદી બાદશાહ જાતિનાં બાળકો આંખોમાં ભારે સપના લઈ અને ધીરજ અને ખંતથી અભ્યાસ કરી રહયા છે. હિરવાબેન નામના એક સામાજીક કાર્યકર વિવિધ પ્રવૃત્તિઓ કરાવી રહયા છે. આ ગામનાં મોટાભાગના યુવાનોનું કહેવાનું છે કે, સીદીબાદશાહ જાતિના લોકોના બાળકોમાં સાહસ સૌર્ય અને રમત -ગમતનું કૌશલ્ય પણ ખુબજ વ્યાપેલું છે. ફુટબોલ, વોલીબોલ સહિતની રમતમાં પણ હીર ઝળકી ઉઠે તેમ છે. અહીંના લોકોનું ખાસ કરીને ધમાલ નૃત્યુ એટલું બધુ પ્રખ્યાત છે કે, ભારતનાં તત્કાલીન રાષ્ટ્રપતિ તેમજ વીવીઆઈપી મહેમાનો જયારે પણ સાસણની મુલાકાતે આવે છે ત્યારે તેમને માટે યોજવામાં આવતાં વિશેષ કાર્યક્રમમાં સીદીબાદશાહનાં ધમાલ નૃત્યુને ખાસ રાખવામાં આવે છે. આ ધમાલ નૃત્ય નિહાળી મહાનુભાવો વાહવાહ પોકારી ઉઠે છે. આમ આગવી રીતે કૌશલ્ય દર્શાવનારા સીદી બાદશાહ જાતિના લોકો અનુસુચિત જનજાતિમાં સમાવેશ થતો હોવા છતાં પણ જાંબુર ગામનાં સીદી બાદશાહ જાતિનાં લોકોને સરકારી સહાય કે યોજનાનો લાભ મળતો નથી. એજ મોટું દુઃખ છે. સરકાર દ્વારા આ બાબતે તત્કાલ યોગ્ય કાર્યવાહી કરી આ સમાજને સહાયરૂપ તેમજ પ્રોત્સાહન આપવાની લાગણી અને માંગણી અહીંના લોકોએ દર્શાવી છે. રાજયકક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ યોજાતા સ્વાતંત્ર પર્વ ૧પમી ઓગસ્ટ તથા પ્રજાસત્તાક પર્વ ર૬મી જાન્યુઆરીની ઉજવણીમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સીદી બાદશાહ જાતિનાં ધમાલ નૃત્યુને પણ સમાવેશ કરવો જાેઈએ.
સીદી બાદશાહ સમાજનાં યુવાનો ખેલાડીઓના તમામ લક્ષણો ધરાવે છે
સીદીબાદશાહ સમાજનાં યુવાનોમાં ઉત્કર્ષ ખેલાડીઓના તમામ લક્ષણો ધરાવે છે. આ લોકોને ખેલકુદ માટે ખાસ પ્રોત્સાહનની જરૂરી છે. એક સ્પોર્ટસ એકેડેમી ખોલવામાં આવે તો ઓલમ્પીકમાં ભારતમાં નામ રોશન કરી શકશે. પીટી ઉષા સાથે અહીંથી સ્પર્ધામાં દોડ લગાવી ચુકેલા સીદી યુવાનને અન્ય કોઈ તક ન મળતા આજે અમૃતવેલમાં ખેતીકામ કરી રહયા છે. ચોમાસામાં ભારે પ્રવાહમાં વહેતી સરસ્વતી નદીમાં સાહસથી છલાંગ લગાવતા આ યુવાનો જાેખમ અને મહેનત લગનથી આગળ વધવા માંગે છે. આર્મી, નેવી જેવા સૈન્યમાં પણ ભરતી થવા ઈચ્છે છે. નવી પેઢી માટે એ ધમાલથી નહીં પરંતુ સ્પોર્ટસ અને સૈન્યમાં નામ મેળવવા ઈચ્છે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!