કેટલાક ગુનેગારો પ્રજામાં ડર પેદા કરવા તથા રોફ જમાવવા માસ્ક તથા સશસ્ત્ર, હથિયારો ધારણ કરે છે. જેમાં તલવાર, ધારિયા, છરી, ચપ્પુ તથા રિવોલ્વર રાખે છે. જેના થકી પ્રજા ભયભીત બની જાય છે. પરંતુ પ્રજાના સેવક કે જેને પ્રજાની સેવા કરવાની હોય છે. તેને કોઈ જાતનો ડર નથી અને ડર રાખવો પણ ન જાેઈએ. પ્રજાના સેવકો પ્રજા સાથે મળી પોતાના કામ નિપટાવવા જાેઈએ ત્યારે લોકોના કામ કરવાના બદલે ગુનેગારની જેમ ડર અને રોફ જમાવવા પોતાના ઓફિસ ટેબલ ઉપર ખુલ્લેઆમ રિવોલ્વર મૂકી ભયભીત કરવાનો બનાવ અમરેલી જિલ્લામાં બન્યો છે. જેમાં એક અધિકારી પોતાના ઓફિસ સમય વેળા ટેબલ ઉપર જ રિવોલ્વર મૂકી કામ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર નાથાલાલ સુખડિયાએ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખી આ અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બનાવની વિગત અનુસાર અમરેલી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ડી.બી. વિઠલાણી પોતાની નોકરીના સમયે જાહેર જનતામાં ડર અને રોફ જમાવવા પોતાની પિસ્તોલ ખૂલ્લી મૂકે છે. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી ડી.એસ. મુરલીક્રિષ્ન્ણાને પત્ર લખીને આ કાર્યકરીતિ સામે વિરોધ દર્શાવ્યો છે.
તદ્ઉપરાંત તા.રર/૬/ર૦થી તા.૪/૭/ર૦ના ધારી વિધાનસભા પેટાચૂંટણી વેર હાઉસ ખાતે ઈવીએમ એફએલસીની કામગીરી જેમાં સ્ટ્રોંગ રેમમાં મોબાઈલ લઈ જવાની મનાઈ હોવા છતાં આ અધિકારી વિઠલાણી નાયબ મા.મ. વોરા સહિતના મોબાઈલ લઈ ગયાની વિગત તપાસવા અને ડીપીઓ ડિઝાસ્ટર માનસીસિંગ કોઈ ઓર્ડર ન હોવા છતાં મોબાઈલ સાથે સ્ટ્રોંગ રૂમ અને વેર હાઉસિંગમાં હાજર જાેવા મળેલ. આ અંગેના પુરાવા આપવાની તૈયારી બતાવી છે. અમે સરકારી ગાડીનો ગેરઉપયોગ તેમજ નાયબ ચૂંટણી અધિકારી દ્વારા સરકારી ખરીદ ચીજ-વસ્તુઓ તેમજ બીજી અનેક બાબતો રજૂ કરવાની જણાવી છે. તેમજ અમરેલી શહેર પોલીસના થોડા મહિના પૂર્વે ગેરકાયદેસર ગાડી ઉપર બોર્ડ લગાવી નિયમ તોડતા વાહન ડિટેઈન થયેલ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews