ગુજરાતમાં ૮.૫%, મધ્યપ્રદેશમાં ૨૫.૪% શાકભાજીમાં લીડ કેડમિયમનું ઘાતક પ્રમાણ, કિડની-હૃદયમાં વધુ નુકસાન થઈ શકે છે

0

સ્વસ્થ રહેવાથી લઈને ઈમ્યુનિટી વધારવા સુધીની બાબતમાં ડૉક્ટરો શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. જોકે દેશનાં ખેતરોમાં ઊગેલા અને વેચાઈ રહેલી સરેરાશ ૯.૨૧% શાકભાજીમાં લીડ કેડમિયમ જેવી હેવી મેટલ્સનું પ્રમાણ નક્કી માત્રા કરતાં બેથી ત્રણ ગણું વધારે હોય છે. આ ઘટસ્ફોટ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કરેલા સંશોધનમાં કરાયો છે. ઓથોરિટીએ દેશભરમાં શાકભાજીની ગુણવત્તા વિશે પહેલીવાર આવો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં સૌથી ખતરનાક સ્થિતિ મધ્યપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં શાકભાજીના ૨૫% નમૂનામાં હેવી મેટલ્સનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું છે. ત્યાર પછી છત્તીસગઢમાં ૧૩.૬% અને બિહારમાં ૧૦.૬% શાકભાજીના નમૂના બિનઆરોગ્યપ્રદ નોંધાયા છે.
આ અભ્યાસ માટે દેશને પાંચ ઝોનમાં વહેંચી દેવાયો હતો. એફએસએસએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી અરૂણ સિંઘલે કેન્દ્રીય જળશક્તિ, પર્યાવરણ અને કૃષિ મંત્રાલયને પત્ર લખીને આ દિશામાં યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે.
આવો દેશવ્યાપી અભ્યાસ પહેલીવાર કરાયો છે. આ માટે દેશને પાંચ ઝોનમાં વહેંચીને ત્રણ પ્રકારની શાકભાજીના નમૂના લેવાયા હતા. પાંદડાંવાળાી, વેલા પર ઊગતી શાકભાજી અને કંદમૂળના કુલ ૩૩૨૩ નમૂના લેવાયા હતા. આ રીતે સમગ્ર વર્ષ અભ્યાસ કરાયો અને છેલ્લા બે મહિનામાં એનો રિપોર્ટ તૈયાર કરાયો. આ અધ્યયનમાં ૩૦૬ એટલે કે ૯.૨૧% નમૂના નિષ્ફળ ગયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!