ગુજરાત સરકારે તા. ૮ સપ્ટે ૨૦૨૦થી “ધ ઓથ એક્ટ” હેઠળ નોટિફિકેશન બહાર પાડીને તલાટી કમ મંત્રીને ૨૨ પ્રકારના સોગંદનામાઓ કરવા માટેની સત્તા આપવામાં આવેલ છે. આ સામે ઉના વકીલ મંડળ તેમજ નોટરી એસોસીએશને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી તેનો વિરોધ વ્યક્ત કરેલ છે અને તલાટી કમ મંત્રીને આપવામાં આવેલી સત્તા પરત ખંેચવામાં આવે તેવી ઉના વકીલ મંડળ દ્વારા નાયબ કલેક્ટર રજૂઆત કરી માંગણી કરી હતી.
ભારત સરકાર દ્વારા “ઓથ એકટ” જે સુધારા કરવાની પ્રક્રિયા લોકસભામાં તેમજ રાજ્યસભામાં મૂકી સુધારો કરવામાં આવેલ છે. તેના બદલે ગુજરાત સરકારે ફક્ત ઠરાવ કરીને તલાટી કમ મંત્રીને આવી વિશાળ સત્તા આપીને નોટરી અને સમગ્ર વકીલ આલમને અન્યાય કરેલ છે જેના કારણે પ્રજાને પણ ખુબ જ તકલીફ પડે તેમ છે. ૨૨ પ્રકારના સોગંદનામાઓ વધારાની સત્તાઓ આપવાની રેવન્યુને લગતા ખોટા સોગદનામાઓ થાય તેવી શક્યતા રહેલી છે. ગુજરાત સરકાર સામે તેનો વિરોધ વ્યક્ત કરી બાર આસો.ના પ્રમુખ પી. બી. બારેયા, આર. એ . પરમાર, ડી. એસ. ચુડાસમા, કે. એન. પાડશાળા સહિત વકીલ મંડળ દ્વારા ઉના ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને તલાટી કમ મંત્રીને આપેલ સત્તા પરત ખંેચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews