વિધાનસભા પેટાચૂંટણી : કોંગ્રેસે ૮ પૈકી પ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા

0

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે અને ભાજપે ૭ બેઠકો પર તો ગઈકાલે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. જયારે આજે કોંગ્રેસે કરજણ, ગઢડા, મોરબી, અબડાસા, ધારી એમ પાંચ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ગઈકાલે આઠ બેઠકો પેકી પાંચ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં કરજણમાં કિરીટસિંહ જાડેજા, અબડાસા બેઠક ઉપર ડો. શાંતિલાલ મેઘજીભાઈ સંઘાણી, મોરબીમાં જયંતિલાલ જયરાજભાઈ પટેલ, ગઢડા (એસસી) બેઠક ઉપર મોહનભાઈ એસ. સોલંકી અને ધારી બેઠક ઉપર સુરેશ એમ. કોટડિયાનો સમાવેશ થાય છે. જયારે કપરાડા, ડાંગ અને લીબડી બેઠક ઉપર કોકડું ગુંચવાતા આ બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત વિલંબમાં મુકાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે સાત બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડામાં આત્મારામ પરમાર, મોરબીમાં બ્રિજેશ મેરજા, ધારીમાં જે.વી.કાકડિયા, કરજણમાં અક્ષય પટેલ, ડાંગમાં વિજય પટેલ તથા કપરાડા બેઠક પર જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે જયારે લીંબડી બેઠક ઉપર હજી સુધી રહસ્ય જળવાઈ રહ્યું છે.
ભાજપે ૮ બેઠકો પૈકી પાંચ બેઠકો ઉપર કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્યોને ટિકીટ આપી તેમના જ સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરતા અસંતોષ વ્યાપી ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!