કોરોનાકાળમાં અલગ અલગ પ્રકારે જામીન મુક્ત થયેલા ૧૦૩૫ કેદીઓ પરત નહિ ફરતા તંત્રમાં દોડધામ

0

કોરોના મહામારીની વચ્ચે રાજ્યની જેલમાંથી અલગ અલગ પ્રકારના જામીન મેળવીને મુક્ત થયાં હતાં. હવે આમાંથી ૧૦૩૫ એવા કેદી છે જે જેલમાં પરત ફર્યા નથી અને તેને ફરીથી જેલમાં લાવવા માટે પોલીસ તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાને સીઆઈડી ક્રાઈમના વડા ડીજીપી ટી.એસ. બિસ્ટે એક પત્ર પાઠવીને પેરોલ-ફર્લો જમ્પ કરીને નાસતા ફરતાં આરોપીને શોધી કાઢવા તાકીદ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, રાજ્યના પેરોલ, ફર્લો, વચગાળાના જામીન મેળવીને કે પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલા કેદીઓને શોધી કાઢવા માટે ડ્રાઈવ યોજવી. તા. ૮થી શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવ આગામી તા.૨૨ સુધી ચાલનાર છે. આ ડ્રાઈવ દરમ્યાન ખૂન, ખંડણી, લૂંટ, સમાજમાં ભય કે આતંકનો માહોલ ઉભો કરનાર, શરીર સંબંધી ગુના સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા ભાગેડુ કેદી અને આરોપીઓને ઝડપી લેવા ઉપર ધ્યાન આપવા તાકીદ કરવામાં આવી છે. જે તે જેલમાંથી કેદીના નામ, કેદી નંબર, ક્યા હેડનો આરોપી ભાગ્યો છે અને તેને ફરી પકડી પાડયાની તારીખ સહિતની વિગતો સીઆઈડીની ગાંધીનગર કચેરીએ નિયમીત મોકલવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય કોરોના કાળ દરમ્યાન રાજ્યની જેલોમાં હાજર કેદીઓની આરોગ્ય સાચવણી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. આ કારણે જેલમાંથી વચગાળાની મુક્તિ મેળવનાર કેદી પરત ફર્યા કે નહીં તેના ઉપર ધ્યાન કેન્દ્રીત થઈ શક્યું નહોતું. રાજ્યભરની પોલીસ પણ કોરોનાની કામગીરીમાં ગળાડૂબ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!