જૂનાગઢ : ગુરૂદત્તાત્રેયના મહંતનું કોરોનાથી નિધન, રાણપુરમાં સમાધિ અપાશે

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલા ગુરૂદત્તાત્રેય શિખર અને કમંડલ કુંડ જે ભેંસાણની ગાદી હેઠળ છે એ ભેંસાણ તાલુકાના રાણેશ્વર મહાદેવ મઠના મહંત સ્વામી મુક્તાનંદગીરી ગુરૂ મહેશગીરીજી રાજકોટ ખાતે કોરોનાની સારવાર દરમ્યાન બ્રહ્મલીન થયા છે જેને ભેંસાણના રાણપુર ખાતે સમાધિ અપાશે. આ અંગે નિરવભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને લઈ તમામ પ્રકારની લૌકિક ક્રિયા બંધ રખાઈ છે અને સ્વામીજીને રાણપુર ખાતે મંદિર પરિસરમાં જ સમાધિ આપવામાં આવશે. ઘણા વર્ષોથી તેમના માર્ગદર્શન હેઠળ ગુરૂદત્તાત્રેય શિખરના દર્શને આવતા યાત્રાળુઓની સેવા માટે કમંડલ કુંડ ખાતે અન્નક્ષેત્ર શરૂ કરાયું છે. ભવનાથમાં પણ અગ્નિ અખાડામાં તેમના માર્ગદર્શન હેઠળ કાયમી અન્નક્ષેત્ર શરૂ કરાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!