આવતીકાલે જૂનગાઢ યાર્ડની ચૂંટણી, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

0

આવતીકાલ શુક્રવાર તા.૧૬-૧૦-૨૦૨૦ ના રોજ જૂનાગઢ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાનાર છે અને તા.૧૭.૧૦.૨૦૨૦ના રોજ મતગણતરી હોય, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પ્રતિષ્ઠાના જંગ સમાન આ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ૦૧ પીઆઇ, ૦૪ પીએસઆઇ, ૬૦ પોલીસ સ્ટાફ, જેમાં મહિલા પોલીસ તથા ટ્રાફિક પોલીસ સહિત, ૦૧ હથિયાર ધારી ગાર્ડ, સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. હથિયાર ધારી ગાર્ડ ચૂંટણીના આગલા દિવસથી માર્કેટ યાર્ડ ખાતે તૈનાત કરી, મતગણતરી સુધી રાખવામાં આવશે. આ ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય એ રીતે જિલ્લા રજીસ્ટાર શ્રી ખરાડી તથા સ્ટાફ સાથે સંકલન રાખી તેમજ માર્કેટ યાર્ડના પી.એસ.ગજેરા તથા વહીવટી સ્ટાફ સાથે સંકલન રાખી, જડબેસલાક બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.યુ.સોલંકી, વી.આર.ચાવડા, હે.કો. માલદેભાઈ, ગિરિરાજસિંહ, વિક્રમસિંહ, વનરાજસિંહ, અનકભાઈ સહિતની ટીમ દ્વારા આગોતરૂ આયોજન કરી, પેટ્રોલિંગ અને ચેકીંગ ચાલું કરી દેવામાં આવેલ છે. ઉપરાંત, મતદાન કરવા આવતા લોકોને પણ અગવડતા ઉભી ના થાય એ માટે પણ ખાસ વ્યવસ્થા તેમજ મતદાન કરવા આવતા લોકોને હાલના કોરોના કાળના સમયમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ, માસ્ક પહેરવામાં આવે તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે એ માટે પણ વહીવટી તંત્ર સાથે સંકલન કરી, સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આમ, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ માર્કેટ યાર્ડની ચૂંટણી તથા મતગણતરી બાબતે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!